સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં સગીર વયના બાળકોના માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો, 16 વર્ષીય સગીરાને સ્નેપચેટના મિત્રો ભોળવી માઉન્ટ આબુ લઈ ગયા, જાણો પછી શું થયું

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં સગીર વયના બાળકોના માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં ધોરણ-10માં અભ્યાસ કરતી એક સગીરાને સ્નેપ ચેટ (Snap Chat) મારફતે એક યુવકનો સંપર્ક થયો અને ત્યારબાદ એ યુવક તેના મિત્રો સાથે સગીરાને માઉન્ટ આબુ (Mount Abu) લઈ ગયો. યુનિવર્સિટી પોલીસે (Universality Police ) ગણતરીના કલાકોમાં સગીરાને હેમખેમ છોડાવી દીધી અને કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોર સહિત બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરા થોડા દિવસ પહેલા યશ બારોટ નામના યુવક સાથે સ્નેપચેટ પર સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ સગીરાને યુવક વચ્ચે મેસેજથી વાતો કરી રહ્યા હતા. તેવામાં ગુરુવારના રોજ યુવક યશ બારોટ સગીરાને આબુ આવવાનું કહ્યું અને સગીરા તૈયાર થઈ ગઈ હતી. જેથી ગુરુવારની મોડી રાત્રે 3 વાગ્યે સગીરાના ઘરે યુવક યશ બારોટ અને નિલય શાહ ગાડી લઈ પહોંચી ગયા અને સાથે બે કિશોર પણ હતા. યુવકો સગીરાના ફોસલાવી માઉન્ટ આબુ લઈ ગયા હતા. જોકે આ દરમિયાન પોલીસ તપાસ કરતા ગાડીમાં બેસેતા એક સીસીટીવી મળી આવ્યા હતા. જેના આધારે પોલીસે આબુથી સગીરાને હેમખેમ છોડવી પરિવારને સોંપી હતી.

પોલીસે સગીરા અને ચાર યુવકોના મેડિકલ રિપોર્ટ કરાવ્યા હતા. જેમાં સગીરા સાથે કોઈ અર્થઘટિત કૃત્ય કરવામાં આવ્યું ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સાથે જ સગીરા પૂછપરછમાં પણ યુવકો દુષ્કર્મ કે કોઈ છેડતી કરી ન હોવાની કબૂલાત કરી છે. પણ પોલીસ તપાસમાં સગીરાને ઘરમાં ઝઘડો થયો હોવાથી કોઈ કારણસર બોલતા ન હતા. જેથી સગીરા ઘરે રહેવા માંગતી ન હતી અને કંટાળીને યુવકો સાથે ગઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપી યુવક યશ બારોટના પિતાની ગાડી લઈ આબુ ગયા હતા જેને પોલીસ કબ્જે લઈ વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી આરોપી યુવક યસ બારોટ અને નિલય શાહની ધરપકડ કરી રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે પકડાયેલ ચારેય યુવકો કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો