નાઇટ પેટ્રોલિંગના નામે પોલીસનું અંધેર રાજ: અમદાવાદમાં સરપ્રાઇઝ ચેકિંગમાં 26 ‘કામચોર’ પોલીસ અધિકારી પકડાયા

અમદાવાદમાં ચોરી, લૂંટ અને હત્યા જેવા બનાવો અટકાવવામાં પોલીસ નિષ્ફળ સાબિત થઇ છે. આ ગુનાખોરી વધવાનું કારણ જાણવા ઝોન-૩ ડીસીપી મકરંદ ચૌહાણે સોમવારે નાઇટ પેટ્રોલિંગ કર્યું હતું, જેમાં ચોંકાવી નાખે તેવું સત્ય બહાર આવ્યું છે. તપાસમાં ૨૬ પોલીસ અધિકારીઓની પોલ ખોલી હતી, જેમાં 1 ACP, 2 PI, 18 PSI અને અન્ય પાંચ પોલીસ કર્મચારીઓ સહિતનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગ કરવાના બદલે વહેલા ઘરે જઇને સૂઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ચેકિંગમાં મહિલા PSI સહિતના છ પોલીસ કર્મચારીઓ તો સાદા કપડાંમાં જ નાઇટ ડયૂટી કરતાં પકડાયાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં પોલીસ અધિકારીઓ નાઇટ પેટ્રોલિંગ કરવામાં આળસ કરતા હતા. કેટલાક અધિકારીઓ તો કામ કરવાના બદલે ઘરે વહેલા જતા રહેતા હતા. શહેરમાં એકાએક ગુનાખોરીનું પ્રમાણ વધતા ઝોન-3 ડીસીપી મકરંદ ચૌહાણે સોમવારે રાત્રે સમગ્ર શહેરમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. ચેકિંગમાં મોટાભાગના પોલીસ અધિકારીઓની કામચોરી પકડાઇ હતી. નાઇટ પેટ્રોલિંગમાં પોલીસ અધિકારીઓએ ચોરી, લૂંટ, હત્યા, અપહરણ જેવી ઘટનાઓ અટકાવવા પ્રયત્ન કરવાનો હોય છે. આ ઉપરાંત વાહન ચેકિંગ, હોટલ રેસ્ટોરન્ટો તેમજ હીસ્ટ્રીશીટરોનુ ચેકીંગ કરવાનુ હોય છે. શહેરના પૂર્વ વિસ્તારના એક પી.આઇ જેમના વિસ્તારમાં મારા-મારીની સૌથી વધારે ઘટના બને છે તે એક કલાક ઘરે વહેલાં જતા રહ્યા હતાં.

આ અંગે ઝોન-3 ડીસીપી મકરંદ ચૌહાણે જણાવ્યુ છે કે, સરપ્રાઇઝ ચેકિંગ કરતાં 26 પોલીસ અધિકારીઓ તેમની ડયુટીનો સમય પુરો થયા પહેલાં ઘરે જતા રહ્યા હોવાનુ બહાર આવ્યુ છે. શહેરમાં નાઇટ રાઉન્ડ દરમિયાન ઉપરી અધિકારીઓ દ્વારા નક્કી થયેલા સમયગાળા સુધી પોલીસ અધિકોરીઓ ફરજ બજાવે તે આવશ્યક છે. જો આમાં ચૂક થશે તો પોલીસ અધિકારીઓ લોકરક્ષણથી માંડીને એએસઆઈ કક્ષાના પોલીસ કર્મચારીઓ સમક્ષ ઉદાહરણ પ્રસ્તુત ના જ કરી શકે.

પોલીસ રજિસ્ટર્ડમાં પણ નાઇટ પેટ્રોલિંગના છબરડા બહાર આવ્યા
સામાન્ય રીતે જે પોલીસ અધિકારીઓની નાઇટ ડયુટી હોય તેમને રાત્રે બાર વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી પેટ્રોલિંગ કરવાનુ હોય છે. નાઇટ શરૂ કરતાં પહેલાં જે તે અધિકારીએ પોલીસ કન્ટ્રોલ રૂમના રજિસ્ટર્ડમાં એન્ટ્રી કરવી પડે છે. ત્યારબાદ સવારે છ વાગે કન્ટ્રોલરૂમમાં ફરીથી રજિસ્ટરમાં એન્ટ્રી કરવી પડે છે, પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓ તો સવારે 05 વાગે પોલીસ કંન્ટ્રોલરૂમમાં એન્ટ્રી કરીને જતા રહ્યા હોવાનું ઓન પેપર બહાર આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો