સુરતના 101 વર્ષના બાએ જન્મ દિવસની કરી ઉજવણી: કોઈ પણ રોગ વગર 101 વર્ષની ઉંમરે ઘરના શારીરીક કામ જાતે કરીને તંદુરસ્ત રહ્યાં

સુરત શહેરના ભાદાણી પરિવારે સુંદરદેવી ભાદાણીના 101 જન્મ દિન નિમિત્તે ઉજવણી કરી હતી. આ વાત એટલા માટે ખાસ છે કારણ કે હજુ સુધી તેમને કોઈ પણ મોટી બિમારી થઈ નથી અને કોરોનાના સમયમાં તેઓ હેલ્ધી જીવન જીવી રહ્યા છે. આ માટે તેમણે ક્યારેય રેસ્ટોરન્ટ અને હોટેલ કે પ્રસંગોમાં જમ્યા નથી અને જવાનું થાય તો તેઓ ઘરેથી જ જમીને જતા હતા. સાથે 101 વર્ષની ઉંમરે પણ પોતાના કામ જાતે જ કરી રહ્યા છે. 101 વર્ષના બા એ તેમનો જન્મદિવસ ઓનલાઈન ઉજવ્યો.

હંમેશા જેટલી ભુખ હોય તેના કરતા ઓછું જ ખાવું

હું નાનપણથી જ ઘરનું દરેક કામ જાતે કરતી હતી. મારી દિનચર્યા આટલા વર્ષોથી એક જ છે. પહેલા સવારે 7:30 નાસ્તામાં લસ્સી પીવી. અત્યાર સુધી કોઈ દિવસ ચા અને દૂધ પીધું નથી. એ પછી બપોરે સમયસર જમી લેવુ. જમવામાં રોજ હેલ્ધી ખોરાક એટલે કે શાક-રોટલી જ ખાવાનું. અને હંમેશા જેટલી ભૂખ હોય તેનાથી ઓછું જ ખાવું. કારણકે આવું કરવાથી પાચનક્રિયા સારી રહે છે અને તંદુરસ્ત રહેવાય છે. 101 વર્ષમાં કોઈ દિવસ બહારનું ખાધું નથી. પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જાઉં તો પણ ઘરેથી જમીને જાઉં છું. આ ઉંમરમાં પણ પોતાનું દરેક કામ જાતે જ કરું છું. મારી એક જ ટેવ છે કયારેય ફ્રી બેસવું નહિં, કંઈકને કંઈક કાર્ય કરતી રહું છું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો