કોરોનાને હરાવવા ઈમ્યુનિટી કેવી રીતે વધારવી? અસરકારક ઉકાળો બનાવવા માટે નિષ્ણાતો એ જણાવ્યું કેટલું હોવું જોઈએ મસાલાઓનું પ્રમાણ? જાણો

શરીરને નુકસાન ન પહોંચે તે માટે ઉકાળો કેવી રીતે બનાવવો, આયુર્વેદમાં કોરોનાથી બચવા માટેના નુસ્ખા છે અને શું ધ્યાનમાં રાખવું, કોરોનાનાં દર્દીઓ પર આયુર્વેદનું રિસર્ચ ક્યાં સુધી પહોંચ્યું આવા ઘણા સવાલના જવાબ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદના ડાયરેક્ટર ડો. તનુજા નેસારીએ આપ્યા છે. ડો. તનુજા જણાવી રહ્યા છે કે, આયુર્વેદની મદદથી કોરોનાનો સામનો કેવી રીતે…

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

1) અસરકારક ઉકાળો કેવી રીતે બનાવવો જે ઈમ્યુનિટી વધારે?
અત્યારે લોકો શરીરની ઈમ્યુનિટી વધારવા માટે દવા અથવા ઔષધીઓનો ઓવરડોઝ લઈ રહ્યા છે, જેનાથી તેમને ઘણી સમસ્યા થઈ રહી છે. ડો. તનુજાના જણાવ્યા પ્રમાણે, ઉકાળો બનાવતા સમયે યોગ્ય પ્રમાણમાં વસ્તુઓ હોવી જોઈએ. ઉકાળો બનાવવા માટે તજ, સૂંઠ, કાળા મરી હોવા જરૂરી છે. સૂંઠ અને કાળા મરીની તાસીર ગરમ હોય છે, તેથી જો બંને લઈ રહ્યા હોય તો એટલે કે 2-3 કાળા મરી છે તો અડધી ચમચી સૂંઠ લેવી. તે ઉપરાંત ચાર પાંદડા તુલસી, અને અડધો ભાગ તજનો લેવો અને મિશ્રણ બનાવવું.

એક ચમચી મિશ્રણ પાણીમાં નાખીને ઉકાળો. તે એન્ટિવાઈરલ હોય છે, જે શરીરને બીમારી સામે લડવાની ક્ષમતા વધારે છે. જો તમે યોગ્ય પ્રમાણમાં બધી વસ્તુઓ લીધી હશે તો તે નુકસાન નહીં કરે.

દરરોજ હજારો દિલ્હી પોલીસ કર્મચારીઓને આપવામાં આવે છે. આયુર્વેદ સંસ્થાના લોકો પણ લઈ રહ્યા છે. તમે ઉકાળામાં લીંબુ અથવા ગોળ ઉમેરી શકો છો.

2) શું રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે ઔષધીઓ લઈ શકાય છે?

ડો. તનુજાના જણાવ્યા પ્રમાણે, આયુર્વેદમાં કેટલીક દવાઓ પર ICMR, CSIR અને આયુષના વૈજ્ઞાનિકોએ મળીને કોરોનાના દર્દીઓ પર પ્રયોગ કર્યો છે. ચાર ઔષધીઓને પસંદ કરવામાં આવી છે-અશ્વગંધા, ગિલોય, મુલેઠી અને આયુષ-64. તે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે, તાવ નથી આવતો અને શરદીથી પણ રક્ષણ આપે છે.

ઉકાળો પીવાથી જેમને વધારે ગરમી થાય છે, યુરિનમાં બ્લડ આવે છે, પાઈલ્સની બીમારી વધી જાય છે, તો આમાંથી કોઈ પણ ઔષધીમાં આમળા પાવડર મિક્સ કરી શકો છો. શરદી ન થાય તે માટે તમે મુલેઠી ઉમેરી શકો છો. ​​​​​​​

3) કોરોનાના દર્દીઓ પર આયુર્વેદનું રિસર્ચ ક્યાં સુધી પહોંચ્યું?

ડો. તનુજાના જણાવ્યા પ્રમાણે, ચાર ઔષધીઓ ઉપરાંત મુલેઠી, ગુરુચીનું કોવિડના દર્દીઓ પર ટ્રાયલ થયું છે. હવે લીમડો અને કાલમેઘ વન ઔષધીનું પણ ટ્રાયલ શરૂ થઈ રહ્યું છે. ગિલોય વટી અને અશ્વગંધા સહિતની ઘણી દવાઓનું અસરકારક પરિણામ રહ્યું છે. ​​​​​​​

4) કોરોનાને શરીરમાં પ્રવેશવાથી કેવી રીતે રોકવો?

ડો. તનુજાના જણાવ્યા પ્રમાણે, આવી બધી વસ્તુઓ અપનાવી, જેનાથી વાઈરસ શરીરના અંદર ન જાય. સૌથી પહેલા માસ્ક પહેરવો અને હાથને સાબુથી ધોવા. નાકમાં અણુ તેલના થોડાં ટીપાં નાખવા. અણુ તેલ નાકના બંને છિદ્રોમાં ગયા બાદ એક બાયો માસ્કનું સ્વરૂપ ધારણ કરી લે છે. નાકની અંદર એક પરત બની જાય છે, જે એપીથિલિયમને ઢાંકી દે છે અને વાઈરસ અંદર નથીં પહોંચી શકતો.

જે લોકોએ અણુ તેલ નાકમાં નાખવાનું શરૂ કર્યું છે તેમને અત્યાર સુધી સંક્રમણ નથી થયું. જેમને શરદી થઈ હોય તેઓ સ્ટીમ લઈ શકે છે. બહારથી આવો ત્યારે હળદર, મીઠાના પાણીના કોગળા કરવા. જળ નેતિ કરવાથી પણ વાઈરસથી બચી શકાય છે. ​​​​​​​

5) શું ગરમ વસ્તુ ખાવાથી વાઈરસ નબળો પડી જાય છે?

ધ્યાનમાં રાખો કે બહારથી લાવેલી દરેક વસ્તુ, દૂધનું પેકેટ હોય કે શાકભાજીનું તેને સારી રીતે ધોવા જોઈએ. ત્યારબાદ હાથ ધોવાનું ન ભૂલવું. ઠંડુ પાણી પીવાની વાત છે તો ઠંડા અને ગરમથી વાઈરસ પર કોઈ અસર નથી થતી. પરંતુ એવું જોવા મળ્યું છે કે, ગરમ પદાર્થ લેવાથી વાઈરસની ગતિ ધીમી થઈ જાય છે અને તે વધતો નથી.

6) એસિમ્પ્ટોમેટિક દર્દીમાં લક્ષણ દેખાવવાની સંભવના છે કે નહીં?

ડો. તનુજાના જણાવ્યા પ્રમાણે, દરેક વાઈરસનો એક સમય હોય છે, જેની અંદર લક્ષણ આવી જાય છે. જો 14 દિવસની અંદર કોઈ લક્ષણ જોવા ન મળે તો, દર્દીની અંદર વાઈરસ નષ્ટ થઈ ગયો હોય તેવું માનવામાં આવે છે. વાઈરસ નવો છે તેથી ઘણી વખત અલગ સ્વરૂપમાં પણ આવે છે. તેથી બીજા 7 દિવસ સુધી પોતાને નિરીક્ષણ હેઠળ રહેવાનું હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો