તાઉ-તે વાવાઝોડું અમરેલીથી આગળ નીકળી ગઢડા તરફ વધ્યું, ઉનાથી લઈ ભાવનગર સુધી તબાહી મચાવી, હજું કયા વિસ્તારોને ઘમરોળશે? જાણો

ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડું હાલ અમરેલીથી આગળ નીકળી ગઢડા તરફ વધ્યું છે. અમરેલી-જાફરાબાદ સાથે ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભાવનગરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. ગતરાતથી વાવાઝોડાએ ઉનાથી લઈને ભાવનગર સુધી તબાહી મચાવી છે.

રાજ્યના દરિયાકાંઠે તાઉ તે વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ હાલ 17 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાથી ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ઉના. જુનાગઢ, પોરબંદર જિલ્લામાં સૌથી વધુ અસર થઇ છે. વાવાઝોડાને પગલે વેરાવળ-જાફરાબાદ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આ વાવાઝોડાની અસર વર્તાશે અને 24 કલાક અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડા તૌકત અસરના ભાગરૂપે દરિયામાં ભારે કરંટ સાથે 10થી 20 ફૂટનાં મોજા ઉછળ્યા હતા. ઘણા વર્ષો પછી વેરાવળ બંદરે 10 નંબરનું સિગ્નલ લાગ્યું છે. તમામ બોટો બંદરે લાગરી દેવાતા બોટોનાં ખડકલા થયા છે.અનેક બોટો ખાડીમાં લાંગરેલી હોય દરિયાના મોજાની થપાટો અને પથ્થરોના કારણે નુકશાની થવાની ભીતિ સર્જાય છે.

હવે અત્યારે જે રીતે હવામાન વિભાગની આગાહી મુજબ સાયકલોન આગળ વધી રહ્યું છે તે મુજબ અમરેલી રાજકોટ ,બોટાદ જુનાગઢ ,મોરબી ,પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા વગેરે જિલ્લાઓનો સમાવેશ થાય છે. તથા જેમ જેમ હવામાન ખાતા દ્વારા નવી આગાહી કરવામાં આવશે એમ જાણકરી આપવામાં આવશે. 19મી મે સાંજ સુધીમાં ચક્રવાત રાજ્યમાંથી પસાર થઈ રહ્યું છે એટલે આજે રાત્રે અને આવતીકાલ આખો દિવસ નાગરિકોને કેરફૂલ રહીને સાવચેતી રાખે તેવી રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

ગીર સોમનાથની આસપાસ 150 કિલોમીટર પ્રતિ કલાક જ્યારે પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, જામનગર, રાજકોટ, વલસાડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. વાવાઝોડું ત્રાટકતાં દરિયાકાંઠાની આસપાસના વિસ્તારોમાં 150થી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાને પગલે દરિયો ગાંડોતૂર થયો હતો. દરિયામાં 3 મીટર ઊંચા ઓછા મોજા ઉછળ્યા હતા.

આ વિસ્તારોમાં વરસાદની આગાહી

18 મે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, બોટાદ, દીવ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભરૂચ, સુરત, અમદાવાદ, આણંદ, ખેડા અને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આ સિવાય પોરબંદર, મોરબી, જામનગર, ડાંગ, તાપી, નર્મદા, ગાંધીનગર અને કચ્છમાં ભારે વરસાદ પડશે.

19મીથી અસર ઓછી થશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વાવાઝોડું 19 મે એટલે બુધવારથી ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને તેની અસર નબળી પડશે. વાવાઝોડાને લીધે બુધવારે પણ વરસાદનું જોર રહે તેની સંભાવના છે.

19 મે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, ભરૂચ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. સુરત, પંચમહાલ, મહિસાગર, બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને દિવસમાં ભારે વરસાદ પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો