સૂચિત જમીન-મકાનો થઈ શકશે કાયદેસર, વિધાનસભામાં વિધેયક પસાર, એક વર્ષમાં ચાર હપ્તામાં માંડવાળ અને અન્ય ફી ભરી શકાશે

વિધાનસભા સત્રના બીજા દિવસે મહેસૂલ મંત્રીએ ગૃહમાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ-1879માં તૃતિય સુધારા વિધેયક 2019 રજૂ કર્યું હતું. આ વિધેયક અંગે મહેસૂલ મંત્રીએ માહિતી આપતા કહ્યું કે, રાજ્ય સરકારે પરિવર્તનિય વિસ્તારોની જમીનો નિયમિત કરવા અંગેના કાયદામાં સંબંધિત સમય 1 જાન્યુઆરી 2000 હતો. જેમાં 28 ફેબ્રુઆરી 2019ના જાહેરનામાંથી આ સમયગાળો 1 જાન્યુઆરી 2005 સુધી લંબાવવામાં આવ્યો છે. આ સુધારાથી પરિવર્તનિય વિસ્તારોમાં આવેલા નાના ક્ષેત્રફળ વાળી જમીનોના મિલકતધારકોનો હવે સરળ ચાર હપ્તે અને 365 દિવસ જેટલી લાંબી મુદ્દત મળતા મિલકત ધારકો સરળતાથી પોતાની રકમ સરકારમાં ભરપાઈ કરી મિલકતને રેકર્ડ ઓફ રાઈટના નામોમાં દાખલ કરી શકશે અને સરળતાથી પ્રોપર્ટી કાર્ડ મેળવી શકશે.

2017માં 90 દિવસમાં માંડવાળ ફી ભરવાની જોગવાઈ કરી હતી

મહેસૂલ મંત્રીએ વિધેયક અંગે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં શહેરીકરણનો વ્યાપ ઝડપથી વધતા કાયદાકીય જરૂરી હોય તેવી મંજુરીઓ(બિન ખેતી પરવાનગી વગેરે)લીધા વિના ખાનગી જમીનો પર રહેણાંક અને ઔદ્યોગિક હેતુથી કરવામાં આવેલા વિકાસ, ફેરફારના રજીસ્ટરમાં અને હક્કપત્રકમાં જમીન ધારણ વગેરે અંગેની ખરેખરી સ્થિતિ નહીં દર્શાવવાને કારણે જમીન પરના અપૂર્ણ હક્ક, માલિકી હક્ક, હિત સંબંધના અનેક પ્રશ્નો ધ્યાન પર આવ્યા હતા. જેથી રાજ્ય સરકારે જમીન મહેસૂલ કાયદામાં પરિવર્તન લાવીને વર્ષ 2017ના વિધેયકથી કાયદાના અમલમાં સામાન્ય લોકોને પોતાના હક્ક-હિતો રેકર્ડ પર નોંધવા માટે પડતી સમસ્યાઓ જેવી કે માંડવાળ ફી અને અન્ય રકમોને 90 દિવસમાં ભરવાની જોગવાઈ કરવામાં આવી હતી.

માંડવાળ ફીની રકમ અને અન્ય ફી રકમ ભરવા સવલત કરી આપી

નાના મિલકત ધારકોને પોતાની મિલકતના હક્કો રેકોર્ડ ઓફ રાઈટ્સ નોંધાવી શકે, મિલકતના દાવેદારોને આ કાયદાનો લાભ બહોળા પ્રમાણમાં મળે તેવા હેતુથી જરૂરી નાણાં ભરવામાં સવલત રહે તે માટે કાયદામાં 90 દિવસમાં એક જ હપ્તામાં નાણાં ભરવાની જોગવાઈ છે, તેમાં સુધારો કરીને માંડવાળ ફીની રકમ ભરવાનો સમય ગાળો 365 દિવસ કરવામાં આવ્યો છે. તેમજ માંડવાળ ફીની રકમ અને અન્ય ફી રકમ ભરવા સવલત કરી આપી 365 દિવસમાં ચાર હપ્તામાં નાણાં ભરી શકે એવી જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો