આ પ્રાણીના લોહીમાંથી બની શકે છે કોરોના વાયરસની વેક્સીન, વૈજ્ઞાનિકોએ કર્યો દાવો!

પ્રાણીઓમાંથી માણસમાં ફેલાનારા કોરોના વાયરસની સારવાર શોધવામાં લાગેલા વૈજ્ઞાનિકો હવે પ્રાણીઓની મદદ લેવાની તૈયારીમાં છે. બેલ્જિયમના કેટલાક રિસર્ચરોએ દાવો કર્યો છે કે અમેરિકામાં મળી આવતી ઉંટની એક પ્રજાતિ (લામા)ના લોહીથી કોરોના વાયરસની વેક્સીન તૈયાર કરી શકાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

વૈજ્ઞાનિકોએ કર્યો દાવો

‘વીલામ્સ ઈન્સ્ટીટ્યુટ ફોર બાયોટેકનોલોજી’ના રિસર્ચરોએ દાવો કર્યો છે કે લામાના લોહીથી કોરોના વાયરસના કહેરને ખતમ કરી શકાય છે. કોવિડ-19ના ફેમિલી વાયરસ MERS અને SARSના મામલામાં પણ લામાના લોહીમાં રહેલા એન્ટીબોડી પ્રભાવશાળી સાબિત થયા હતા.

શું કહેવું છે રિસર્ચરોનું?

જોકે તે HIVની રિસર્ચનો એક ભાગ છે. રિસર્ચરોનું કહેવું છે કે, લામાના એન્ટીબોડી માણસોની એન્ટીબોડીની તુલનામાં ખૂબ નાના હોય છે. નાના એન્ટીબોડી હોવાના કારણે વાયરોલોજિસ્ટ લોહીમાં રહેલા નાના અણુઓની મદદ લઈને કોવિડ-19ની વેક્સીન કે દવા બનાવી શકે છે. સાયન્સની ભાષામાં તેને નેનોબોડી ટેકનોલોજી કહે છે.

દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોનો અલગ તર્ક

બીજી તરફ દક્ષિણ કોરિયામાં થયેલી એક રિસર્ચ મુજબ, કોરોના વાયરસની દવા બનાવવા માટે નોળિયાની એક પ્રજાતિને પણ ઉપયોગમાં લઈ શકાય છે. જર્નલ સેલ હોસ્ટ એન્ડ માઈક્રોબમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, નોળિયાની પ્રજાતિ પર કોવિડ-19ની અસર બિલકુલ માણસ જેવી દેખાય છે. આથી કોરોના વાયરસની દવા બનાવવા તેની મદદ લઈ શકાય છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસથી અત્યાર સુધી સમગ્ર દુનિયામાં 24 લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાં દોઢ લાખથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. અમેરિકામાં અત્યાર સુધી 40,000 લોકોના આ વાયરસથી મોત થયા છે. ઈટાલી, ફ્રાન્સ, સ્પેન અને બ્રિટનમાં સૌથી વધારે લોકોના જીવ ગયા છે.

ભારતમાં 18000ને પાર કોરોનાના કેસ

ભારતમાં પણ કોરોના સંક્રમણના આંકડા સતત વધી રહ્યા છે. મંગળવાર સુધીમાં દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 18,000 પાર પહોંચી ગઈ છે. જ્યારે 500થી વધારે લોકોના મોત થયા છે. સંક્રમણને રોકવા માટે ભારત સરકારે લોકડાઉન 3 મે સુધી વધારી દીધું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો