શિયાળામાં તીખી તનમનતી લીલવાની કચોરી બનાવો, સ્વાદ દાઢે વળગશે, જાણો બનાવવાની સરળ રીત

શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. અવનવા શાક અને ફળ બજારમાં આવવાના શરૂ થઈ ચુક્યા છે. અત્યારે શિયાળામાં તાજા તુવેરના દાણા અને વટાણા આવવા લાગ્યા છે આ સામગ્રીનો ઉપયોગ કરી તમે ખુબજ ચટાકેદાર અને તીખી તનમનતી લીલવાની કચોરી બનાવી શકશો.

લીલવાની કચોરી બનાવવા જોશે સામગ્રી

 • 500 ગ્રામ લીલી તુવેરના દાણા,
 • 100 ગ્રામ વટાણાના દાણા,
 • 1/1 નાળિયેર લીલું અથવા સૂકું,
 • 8-10, 1 ઇંચ આદુનો ટુકડો
 • 5-6 લવિંગ, 2 ટુકડા તજ,
 • 8-10 મરી, ચપટી હીંગ,
 • 1 ચમચી આખા ધાણા,
 • 1 ચમચી વરિયાળી,
 • 1 ચમચી તલ
 • 1 મોટા લીંબુનો રસ,
 • 3 ટેબલસ્પૂન ખાંડ,
 • 2 ટેબલસ્પૂન તેલ,
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • 3૦૦ ગ્રામ મેંદો

લીલવાની કચોરી બનાવવાની પદ્ધતિ

સૌ પ્રથમ તુવેરના દાણા અને વટાણાને ક્રશ કરી લો. ત્યારબાદ જાડા તળિયાવાળા પહોળા વાસણમાં અથવા ફ્રાઈંગપેનમાં તેલ મૂકી તેમાં હીંગનો વઘાર કરીને તજ, લવિંગ, ધાણા, વરિયાળી, તલ એક પછી એક ઉમેરો. બધું સહેજ સાંતળો અને તે પછી તેમાં કોપરુ અને આદુ મરચાની પેસ્ટ નાખી ફરી એકાદ મિનિટ સુધી સાંતળો. હવે ક્રશ કરેલા તુવેરના દાણા નાખી બધો જ મસાલો મિક્સ કરી લો.

સારી રીતે બધું ભળી જાય એટલે તેમાં ખાંડ, મીઠું અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો. હવે 8થી 1૦ મિનિટ આ મિશ્રણને સતત હલાવતા રહો. પાણી બળી જાય અને મસાલો સહેજ કોરો પડવા માંડે એટલે ગેસ પરથી ઉતારી લો. થોડું ઠંડું પડવા દો. ઠંડું થાય પછી એના ગોળા બનાવી લો.

એક વાસણમાં મેંદો લઈ તેમાં જરૂર પ્રમાણે પાણી, મીઠું અને તેલ નાખી રોટલીના લોટથી સહેજ ઢીલો લોટ બાંધી લો. અને થોડીવાર તેને ઢાંકીને રાખો. પછી તેમાંથી જાડી પૂરીઓ વણી અને તુવેરના મિશ્રણના બનાવેલા ગોળાને મૂકીને કચોરી વાળી લો. ગરમ તેલમાં મૂકીને ધીમે તાપે તળી લો.

આ કચોરીને તમે કેચઅપ કે આંબલીની ચટણી સાથે તેમજ લીલી મરચાની ચટણી સાથે સર્વ કરો. આ કચોરી નાસ્તામાં ખુબજ સારી લાગે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો