ખેડૂતોને પડ્યા પર પાટું! ઈફકો કંપનીએ ખાતરના ભાવમાં કર્યો કમરતોડ વધારો, જાણો નવા ભાવ

રાજ્યમાં કોરોનાકાળ વચ્ચે ઈફ્કો કંપનીએ ખાતરની કિંમતમાં મોટો વધારો ઝીંક્યો, DAP ખાતરમાં 1200ની જગ્યાએ 1900 રૂપિયાની કિંમત લગાવી

કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. ઈફ્કો ખાતર કંપનીએ ભાવમાં તોતિંગ વધારો કરી દીધો છે. ઇફ્કો કંપનીએ ખાતરની કિંમતમાં મોટો વધારો ઝીંક્યો છે. DAP ખાતરમાં 1200ની જગ્યાએ 1900 રૂપિયા થયા છે. એક જ ઝટકામાં DAP ખાતરમાં 700 રૂપિયાનો ભાવ વધારો કરી દેવાયો છે. NPKમાં રૂ.1185થી વધારી 1800 રૂપિયા કરાયા છે. NPK 10:26:26 માં રૂ.1175થી વધારી 1775 રૂપિયા કરાયા છે. ASPમાં 975ની જગ્યાએ 1350 રૂપિયા કરાયા છે.

મહત્વનું છે કે, ફેબ્રુઆરી મહિનામાં ખાતરના ભાવમાં વધારાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. અને અમરેલીના વડિયામાં ખાતરની ખરીદી વધી હતી. NPK અને DAP ખાતર લેવા ખેડૂતો ડેપો પર પહોંચ્યા હતા. આ સમયે ડેપો મેનેજરે પણ વધુ ખરીદી થઈ હોવાનો સ્વીકાર કર્યો હતો. ખાતરના ભાવ વધારાની જાહેરાતને પગલે ખેડૂતો ખરીદી કરી રહ્યાં છે. જો કે, આ બાબતે રાજ્યના કૃષિ પ્રધાને નિવેદન આપીને ભાવ વધારાના મુદ્દાને નકારી દીધો હતો.

ફેબ્રુઆરીમાં ભાવ વધારાની વાત એપ્રિલ મહિનામાં સાચી પડી

27 ફેબ્રુઆરીના દિવસે રાજ્યના કૃષિ પ્રધાન આર.સી ફળદુએ એક સ્પષ્ટતા કરી હતી. જેમાં ખાતરના ભાવ વધારાના મામલે નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં આ ભાવ વધારો લાગુ પડશે નહીં. ગુજરાતમાં વેચાણ કરતી ખાતરની કંપનીએ ભાવ વધાર્યા નથી. ગુજરાતમાં DAP-NPK ખાતરોમાં કોઈ ભાવ વધારો નથી. બેંગાલુરૂમાં એક કંપનીએ ભાવ વધારો કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો