RTOએ 3 સેવા ફેસલેસ કરી: લર્નિંગ લાઇસન્સ રિન્યૂ કરાવવા હવે RTO નહીં જવું પડે, ટુ વ્હિલરનું લાઇસન્સ હશે તો ફોર વ્હિલના લર્નિંગ માટે કમ્પ્યૂટર ટેસ્ટ નહીં આપવી પડે, ઓનલાઈન નીકળશે

વાહન વ્યવહાર વિભાગે અગાઉ આરટીઓ સંબંધિત સાત સેવાઓ ફેસલેસ કર્યા બાદ હવે વધુ ત્રણ સેવા ફેસલેસ કરી છે. જે ત્રણ સેવા ફેસલેસ કરી છે તેમાં જે અરજદાર પાસે ટુ વ્હિલરનું લાઇસન્સ હશે અને ફોર વ્હિલરનું લાઇસન્સ કઢાવવું હશે તો તેને લર્નિંગ માટેની કમ્પ્યૂટર ટેસ્ટ નહીં આપવી પડે, માત્ર ઓનલાઈન પ્રોસેસ કરવાથી ફોર વ્હિલરનું લર્નિંગ લાઇસન્સ ઘેર બેઠા મળી શકશે. બીજી સેવામાં કોઈ અરજદારનું લર્નિંગ લાઇસન્સ એક્સપાયર થઇ ગયું હોય તો તેણે રિન્યૂ કરાવવા આરટીઓ આવવાને બદલે ઓનલાઈન કરી શકશે. અને ત્રીજી સેવામાં વાહનના એન્ડોર્સમેન્ટની કામગીરી પણ હવે ઓનલાઈન કરી દેવામાં આવી છે.

રાજકોટના હજારો વાહનચાલકોને રાહત થઇ છે કારણ કે, આરટીઓમાં લાઇસન્સ રિન્યૂ કરાવવા, ટુ વ્હિલરમાંથી ફોર વ્હિલરનું કરાવવા મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે તેમને ઘેર બેઠા ઓનલાઈન પ્રોસેસ કરવાથી જ લર્નિંગ લાઇસન્સ મળી શકશે.

વાહન વ્યવહાર વિભાગે આ 3 સેવા ફેસલેસ કરી, લોકોને થશે ફાયદો

1) લર્નિંગ લાઇસન્સ રિન્યૂ:

પહેલા: લર્નિંગ લાઇસન્સની છ માસની મુદ્દત પૂર્ણ થઇ ગઈ હોય તેવા સંજોગોમાં પહેલા અરજદારે આરટીઓ ઓફિસે રૂબરૂ આવી પુનઃ લર્નિંગ લાઇસન્સ માટેની પ્રક્રિયા કરવી પડતી હતી.

હવે: હવે અરજદારે વેબસાઈટ પરથી ઓનલાઈન પ્રોસેસ અને ફી ભરી લર્નિંગ લાઇસન્સ મેળવી શકશે, અરજદાર ઘેરબેઠા લર્નિંગ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકશે

2) ટુ માંથી ફોર વ્હિલરનું લાઇસન્સ

પહેલા: કોઈ અરજદાર ટુ વ્હિલરનું લાઇસન્સ ધરાવતો હોય અને પછી ફોર વ્હિલનો ઉમેરો કરવો હોય તો આરટીઓ કચેરીએ રૂબરૂ આવવું પડતું હતું, વેરિફાય કરવું પડતું હતું.

હવે: નવી વ્યવસ્થાના ભાગરૂપે અરજદાર કારના લર્નિંગ માટેની ફી જાતે જ ઓનલાઈન ભરી કાઢવી શકશે. જેનું વેરિફિકેશન અને એપ્રૂવ્લ આરટીઓ કરશે, ત્યારબાદ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે.

3) ભયજનક માલનું વહન:

પહેલા: ડ્રાઈવિંગ લાઇસન્સમાં ભયજનક માલનું વહન કરવા માટે એન્ડોર્સમેન્ટની કામગીરી કરવા માટે અરજદારે આરટીઓ કચેરીએ રૂબરૂ આવી મેન્યુઅલી સ્ટેમ્પિંગ કરવાનું રહેતું હતું.

હવે: ભયજનક માલનું વહન કરવા માટે સ્ટેમ્પિંગ કરવા માટે આરટીઓ કચેરી જવું પડશે નહીં, હવે ફેસલેસ સુવિધા હેઠળ ઓનલાઈન પ્રક્રિયા કરી એન્ડોર્સમેન્ટ કરી શકાશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો