1 જાન્યુઆરીથી ફાસ્ટેગ નહીં હોય તો બમણો ટોલ ભરવો પડશે, તમામ ટોલપ્લાઝા પર કેશ ટ્રાન્ઝેક્શન બંધ થશે

ટોલ પ્લાઝા પરની તમામ કેશ લેનને 1 જાન્યુઆરી, 2021થી ફાસ્ટેગ લેનમાં બદલવામાં આવશે. તેથી, 1 જાન્યુઆરીથી ટોલ પ્લાઝા પર કેશ દ્વારા ચૂકવણી નહીં થઈ શકે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ટોલ પ્લાઝા પર પ્રિ-પેઇડ ટચ-એન્ડ-ગો કાર્ડ રજૂ કરશે.

NHAIના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટોલ પ્લાઝા પર ભીડભાડ ન થાય એ માટે 1 જાન્યુઆરીથી તમામ હાઇબ્રિડ લેન પર પ્રિ-પેઇડ કાર્ડ સુવિધા શરૂ કરવામાં આવશે.

ટોલ પ્લાઝા પર કેશ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે બંધ થઈ જશે

  • જયપુર રેન્ગસ ટોલ રોડના સિનિયર મેનેજર-રેવન્યુ ઝહીર ખાને જણાવ્યું કે, 1 જાન્યુઆરીથી ટોલ પ્લાઝા પર કોઈ કેશ ટ્રાન્ઝેક્શન નહીં થાય.
  • બધી લેનને ડેડિકેટેડ ફાસ્ટેગ લેનમાં બદલી નાખવામાં આવશે. તેથી, જેની પાસે ફાસ્ટેગ નથી તેમણે બમણો ટોલ ટેક્સ ચૂકવવો પડશે.
  • જો કે, આ પ્રિ-પેઇડ કાર્ડ્સ કેશ ટ્રાન્ઝેક્શનના વિકલ્પ તરીકે કામ કરશે.

જો તમારી પાસે ફાસ્ટેગ ન હોય, તો પ્રિ-પેઇડ કાર્ડ ખરીદી શકો છો

  • જે લોકોનાં વાહનો પર ફાસ્ટેગ નથી તેઓ ટોલ પ્લાઝા પર પોઇન્ટ ઓફ સેલ્સ (PoS)થી પ્રિ-પેઇડ કાર્ડ્સ ખરીદી શકે છે.
  • જો તેઓ ફાસ્ટેગને બદલે આ કાર્ડ્સનો ઉપયોગ કરશે તો તેમની પાસેથી ડબલ ટોલ અમાઉન્ટ લેવામાં નહીં આવે.
  • જો ફાસ્ટેગધારકોનું ફાસ્ટેગ બ્લેકલિસ્ટેડ અથવા ફેલ થઈ જાય કે પછી તેઓ રિચાર્જ કરાવવાનું ભૂલી જાય તો તેઓ પણ આ કાર્ડ્સનો ઉપયોગ કરી શકે છે.

દરેક રાષ્ટ્રીય ધોરીમાર્ગના ટોલ પ્લાઝા પર બે પોઇન્ટ ઓફ-સેલ્સ હશે

  • અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ (IHMCL)એ આ માટે એક ટેન્ડર બહાર પાડ્યું છે, જેથી સિસ્ટમ વહેલી તકે રજૂ કરી શકાય.
  • પ્રિ-પેઇડ કાર્ડ્સની ખરીદી અને રિચાર્જ માટે દરેક રાષ્ટ્રીય ધોરીમાર્ગના ટોલ પ્લાઝા પર બે પોઇન્ટ ઓફ સેલ્સ (PoS) સ્થાપિત કરવામાં આવશે.
  • ઝહીર ખાને કહ્યું કે, પ્રિ-પેડ કાર્ડ ખરીદ્યા પછી ગ્રાહકો તેને નેટ બેંકિંગ અથવા PoS પર રિચાર્જ કરાવી શકે છે.
  • અત્યારે દરેક ટોલ પ્લાઝા પર કેશ ટ્રાન્ઝેક્શન માટે બે લેન છે. પરંતુ 1 જાન્યુઆરીથી આ લેન પણ બંધ થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો