‘કઈંક કરો નહીં તો હું અહીં જ મરી જઈશ’, તેવો વીડિયો બનાવનાર રત્નકલાકારનું કોરોનાથી મોત થતા હાહાકાર

સુરત પાલિકા સંચાલિત સ્મીમેર (surat smmimer covid hospital) હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત (Patients of coronavirus) એક રત્નકલાકારનો પુરતી સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જોકે આ વીડિયોમાં આ રત્નકલાકર કહે છે કે, કૈક કરો નહીંતર હું અહીંયા મરી જઈશ. તે રત્નકલાકરનું આજે કોરોના સારવાર દરમિયાન મોત થયું છે, જોકે સવારે રત્નકલાકાર મરી ગયો હતો અને પરિવારને છેક સાંજે જાણકારી આપવામાં આવતા હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરતમાં કોરોના સારવાર સ્મીમેર હોસ્પિટલ ખાતે લેતા રત્નકલાકારે તેના ભાઈને ફોન કરીને હોસ્પિટલમાં ગંદકી સાથે સારવાર થતી નથી તેવી હકીકત જણાવી હતી. જોકે આ વાતની ઓડિયો કલીપ સાથે વીડિયો પણ વાઇરલ કરવામાં આવ્યો હતો. જેમાં દર્દી કહે છે કે, ‘અહીં મને કોઈ પૂછવા પણ કોઈ નથી આવતું. ડૉક્ટર આવે છે અને દવા આપી જતા રહે છે. મુંઝારો થાય તેવું કહીએ તો ઉંઘા સૂઈ જવાનું કહે છે. કંઈક કરો નહીં તો હું અહીં જ મરી જઈશ’.

રત્નકલાકારનો (surar corona patient viral video) આ વીડિયો સુરતના સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં 38 વર્ષીય હરસુખ ભીખાભાઈ વાધમસી રહે છે. મૂળ અમરેલી બોરડી ગામના વતની છે અને સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. હાલ તેમની પત્ની અને એક પુત્ર તેમજ પુત્રી વતનમાં છે. દરમિયાન 17મીના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

ભાઈને મોકલેલા વીડિયોમાં આપવીતી વર્ણવી હતી

હું સ્મીમેર હોસ્પિટલમાં છું અહીંયા કોઈ પ્રકારની સુવિધા મળતી નથી. પ્રશાસન દ્વારા જાણ કરે તો ફોટો પાડી જાય અને વીડિયો ઉતારી શું તકલીફ છે એ જાણ કરજો એવા પ્રલોભનો આશ્વાસનો આપી જાય છે. આજે હું ત્રણ ચાર દિવસથી સતત એમ જ પડ્યો છું કોઈ સંભાળ લેતું નથી ફક્ત આશ્વાસન આપી ચાલ્યા જાય છે. વહેલામાં વહેલી તકે મને અહીથી ઉગારો નહી તો હું મરી જઈશ મારી બે હાથ જોડી વિનંતી છે. ભુંગળા લઈ લઈને આવી જાય વીડિયો ગ્રાફી કરવા, એ સાહેબ આ બાજુ જોવો તો…તમે કેટલી વાર આવો છો.. હલ્લો.. એ સાહેબ.. જતા રહ્યા જોયું કોઈએ ન જોયું શુટીંગ કરતા કરતા જતા રહ્યા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો