શું તમે પણ ફેંકી દો છો લસણ -ડુંગળીના ફોંતરા, તો જાણી લો લસણ -ડુંગળીના ફોંતરાથી પણ થાય છે આટલા બધા ફાયદાઓ…

ખાસ કરીને લોકો લસણ અને ડુંગળીના છોંતરા ફેંકી દે છે. એવામાં શું તમે વિચાર્યું છે કે તેના ફોંતરા કેટલા ફાયદાકારક હોય છે. તેમા રહેલા પોષક તત્વ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. સાથે જ કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રણમાં રાખે છે.

સ્વાદ વધારવા

ભાત બનાવતી વખતે લસણનો છોલ્યા વગર ઉપયોગ કરવાથી સ્વાદમાં વધારો થાય છે. જ્યારે તમે ભાત બનાવી રહ્યા છો તે તેના ફોંતરાને નીકાળીને અલગ રાખી દો. તેનાથી ભાતમાં અલગ જ સ્વાદ આવે છે.

સૂપમાં ઉમેરો

ડુંગળી અને લસણના ફોંતરાને સૂપ બનાવતા સમયે ઉમેરો અને સૂપ બનાવ્યા બાદ ગળણીથી ગાળી લો. તેનાથી વધારે પ્રમાણમાં પોષક તત્વો મળે છે.

ફ્લેવરની જેમ

ડુંગળી અને લસણના ફોંતરાને શેકીને પાવડર બનાવી લો. તેનો ઉપયોગ ખાવામાં કરવાથી ભોજનનો સ્વાદ વધી જાય છે. તેના પાવડરન સલાડ પર ઉમેરીને સેવન કરવાથી તેની ફ્લેવર વધી જાય છે.

સ્નાયુઓમાં એંઠન

ડુંગળીની છાલમાંથી મળતા પોષક તત્વ સ્નાયુઓના એંઠનને ઓછા કર છે. પેનમાં એક કપ પાણી અને ડુંગળીના ફોંતરાને ઉકાળી લો તેનું પાણી ગાળીને પીવાથી સ્નાયુઓની એંઠનમાં વધારે ફાયદો મળે છે. તેનું પાણી એટલું ગુણકારી હોય છે કે તે કોલોનો કેન્સરના ખતરાથી પણ શરીરને બચાવે છે.

વાળ માટે

ડુંગળીમાં સલ્ફર હોય છે. જે વાળ માટે ફાયદાકારક હોય છે. જેથી ડુંગળીની છાલ 4-5 કપ પાણીમાં ઉકાળી લો, વાળને શેમ્પુ કર્યા બાદ આ પાણીથી ધુઓ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો