જો તમારી ગરદન જકડાઇ જાઈ તો કરો આ સહેલા ઘરગથ્થુ ઉપાય, અચૂક મળશે રાહત.

ગરદનમાં દુખાવો થવાથી હાલત ખૂબ ગંભીર થઇ જાય છે. આ દુખાવાથી ગરદનને સહેલાઇથી ફેરવી પણ શકતી નથી. જેના અનેક કારણો હોઇ શકે છે. સતત કોમ્પ્યુટર પર કામ કરવું, ઉંચુ તકિયુ લઇને સૂઇ જવું, ખોટી રીતે બેસવું, વધારે સમય સુધી ડ્રાઇવિંગ કરવું.. તો કેટલીક વખત આ દુખાવો સર્વાકાઇલમાં પણ બદલાઇ જાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરવા જરૂરી છે. તો આવો જોઇએ ગરદનના દુખાવાને દૂર કરવા કેટલાક ઘરેલું ઉપાય.

ફુદીનાનું તેલ
ફુદીનાનું તેલ માંસપોશીઓના દુખાવાથી રાહત આપવાનું કામ કરે છે. તેમા રહેલા મેન્થોલ દુખાવાને જલદી આરામ આપે છે. દુખાવાથી છૂટકારો મેળવવા માટે જૈતુનના તેલના થોડાક ટીંપા ફુદીનાના તેલમાં મિક્સ કરીને મસાજ કરો. તે સિવાય મોંમાથી આવતી દુર્ગંધ દૂર કરવાની સાથે-સાથે પાચન સંબંધી સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદગાર રહે છે.

સિંધવ મીઠું
સિંધવ મીઠું પેટને સ્વસ્થ રાખવાની સાથે-સાથે સેરોટોનિન અને મેલાટોનિન હોર્મોન્સનું બેલેન્સ બનાવી રાખે છે. તેને ખાવામાં સામેલ કરવાથી તનાવથી પણ છૂટકારો મળે છે. ગરદનના દુખાવાથી રાહત મેળવવા માટે નવશેકા ગરમ પાણીમાં સિંધા મીઠું ઉમેરી તે પાણીમાં ટુવાલ પલાળી દો અને તેને નીચવીને ગરદન પર શેક કરો. દિવસમાં 2-3 વખત કરવાથી ગરદનના દુખાવાથી રાહત મળે છે.

મસાજ
ગરદનની જકડન દૂર કરવા માટે મસાજ કરવી ખૂબ જરૂરી છે. તેનાથી બ્લડ સર્કુલેશન વધે છે અને દુખાવાથી પણ આરામ મળે છે અને રાત્રે સારી ઉંઘ પણ આવશે. તે સિવાય તમે સરસોનું તેલ, નારિયેળ તેલ હળવું ગરમ કરીને તેનો ઉપયોગ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો