નબળાઇના કારણે નસ ખેંચાય છે તો કરો આ તેલથી મસાજ, અચૂક થશે ફાયદો જાણો અન્ય ઉપાય

આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલને કારણે લોકોને અનેક બીમારી થાય છે. નબળાઇના કારણે કેટલીક મહિલાઓને રાતના સમયે પગમાં નસ ખેંચાવા લાગે છે. જોકે તેનું કોઇ ખાસ કારણ નથી. પરંતુ શારીરિક કમજોરી, ઉઠવા-બેસવાની ખોટી રીત અને બેલેન્સ ડાયેટ પર ધ્યાન ન આપવું પણ તેનું કારણ હોય શકે છે. કેટલીક વખત પગમાં થતા ખેંચાણથી થોડીક આરામ મળે છે. પરંતુ સતત આ સમસ્યા થવા પર ચાલવામાં સમસ્યા થવા લાગે છે. તેનાથી બચવા માટે દવાઓનું સેવન કરવા કરતા કેટલાક ઘરેલું ઉપાય કરવા જોઇએ.

કેલ્શ્યિમથી ભરપૂર આહારનું સેવન

જે હાડકાથી જોડાયેલી કમજોરી માનવામાં આવે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે કેલ્શ્યિમથી ભરપૂર આહારનું સેવન કરવું જોઇએ. કેલ્શ્યિમ યુક્ત આહારનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. દૂધ, લીલા શાકભાજી, ફળ અને સૂપને ડાયેટમાં સામેલ કરી શકો છો.

ગરમ દૂધનું સેવન

રોજ રાતે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધનું સેવન કરવું જોઇએ. તેને બેસ્ટ સુપરફૂડ્સમાંથી એક માનવામાં આવે છે. તેના સેવનથી માંસપેશીઓને મજબૂતી મળે છે. તેનાથી ખેંચાણની સમસ્યાથી રાહત મળે છે.

નવેશેકા પાણીથી થતા ફાયદા

નવશેકા પાણીથી સ્નાન કરવાથી પગમાં થતા ખેંચાણમાં મદદરૂપ થાય છે. તેનાથી માંસપેશીઓમાં થતા ખેંચાણની સમસ્યાથી રાહત મળે છે. તેનાથી રાહતમ મેળવવા માટે તમે પગ માટે હોટ પેડનો પણ ઉપયોગ કરી શકો છો.

રોજ ખાઓ કેળા

કેળામાં રહેલા કેલ્શ્યિમ હાડકાની મજબૂતી માટે ફાયદાકારક છે. તેમા કેટલાક પોષક તત્વ શારીરિક કમજોરીને દૂર કરવામાં મદદરૂપ થાય છે. ખેંચાણની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે રોજ કેળાનું સેવન કરી શકો છો.

સરસિયાના તેલથી મસાજ

સરસિયાના તેલમાં એસિટીક એસિડ કોઇપણ દુખાવાથી રાહત મેળવવામાં મદદરૂપ થાય છે. તેનાથી કોઇ નુકસાન થતું નથી આ તેલને નવશેકુ ગરમ કરીને તેનાથી પગની મસાજ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો