દર વર્ષે ટ્રમ્પ ગુજરાતના એક શહેરની મુલાકાતે આવે તો આપણે ક્યા પહોંચી જઈએ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીના રોજ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ટ્રમ્પના ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ જવાના માર્ગે યુદ્ધના ધોરણે કામકાજ કરવામાં આવી રહ્યું છે. ટ્રમ્પની મુલાકાતને ધ્યાનમાં રાખીને મોટેરા સ્ટેડિયમની આજુબાજુ અને એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમના રસ્તાની આજુબાજુના વિસ્તારની કાયાપલટ થઇ ગઈ છે.

મોટેરા સ્ટેડિયમની આસપાસ રહેતા લોકો ઘણાં ઉત્સાહિત છે. ત્યાં રહેતી એક સ્થાનિક મહિલા કહે છે, હું અહીં 15 વર્ષથી રહું છું, રાતોરાત મોટેરામાં જે કામ થઈ રહ્યું છે, તેનાથી મને ઘણી ખુશી છે. જે કાર્યક્રમ થવાનો છે, તેની કામગીરી અમારી નજરો સમક્ષ થઈ રહી છે.

તો અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, તંત્ર ધારે તો બધું જ કરી શકે છે, હાલમાં છેલ્લા 2 મહિનાઓથી જે કામ થઈ રહ્યું છે, તે પાછલા 5 વર્ષોમાં નથી થયું.

ભારત પ્રવાસ માટે આવી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ આવી રહ્યા છે. મોટેરા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધી એક રોડ શો આયોજિત થવાની સંભાવના છે. સૂત્રોનું કહેવું છે કે, અમદાવાદ જિલ્લા અને શહેર ગ્રામીણના શિક્ષા વિભાગોને 25,000 વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, તો ગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓ પાસેથી પણ આ રીતની જ માગ કરવામાં આવી છે. તેના સિવાય લગભગ 1000 શિક્ષકોને ગ્રામીણ અને શહેરી બંને સરકારી સ્કૂલોને દર્શકોનો ભાગ બનાવવા માટે કહેવામાં આવ્યું છે.

એવામાં AMC એરપોર્ટને ઈંદિરા બ્રિજથી જોડતા રસ્તાની સાથે એક દિવાલનું નિર્માણ કરાવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદી રોડ શો માટે જે રસ્તાઓ પર જશે, તેની વચ્ચે આ વિસ્તાર આવે છે. આ રસ્તાના કિનારે 500 ઝુપડાઓ છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટ્રમ્પને આ ઝુપડાઓ ન દેખાય તે માટે AMC 7 ફૂટ ઊંચી લાંબી દિવાલ બનાવી રહી છે.

અમદાવાદ મહાનગર પાલિકા જે દિવાલનું નિર્માણ કરાવી રહી છે, તે અડધો કિલોમીટર લાંબી અને 6 થી 7 ફૂટ ઊંચી છે. આ અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગરની તરફના રસ્તામાં પડે છે. મોટેરામાં એરપોર્ટ અને સરદાર પટેલ સ્ટેડિયમની આસપાસ બ્યૂટિફિકેશન અભિયાન હેઠળ દિવાલનું નિર્ણાણ કરવામાં આવી રહ્યું છે.

AMCના એક અધિકારીએ જણાવ્યું કે, લગભગ 600 મીટરનાં અંતરે આવેલા સ્લમ ક્ષેત્રને કવર કરવા માટે 6 થી 7 ફૂટની ઊંચી દિવાલ ઊભી કરવામાં આવી રહી છે. ત્યારબાદ પ્લાન્ટેશન અભિયાન શરૂ કરવામાં આવશે.

દશકા જૂના સરનિયાવાસ સ્લમ અરિયામાં 500થી વધારે ઝુપડીઓ છે અને લગભગ 2500 લોકો ત્યાં રહે છે. AMC બ્યૂટિફિકેશનના અભિયાન હેઠળ સાબરમતી રિવર ફ્રંટ સ્ટ્રેચ વિસ્તારમાં ખજૂરના છોડવા લગાવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો