નવા નિયમોની ધમકી આપીને ટ્રાફિક પોલીસ ગેરવર્તન કરે તો તમે પોલીસ સ્ટેશનમાં કરી શકો છો ફરિયાદ, નાગરિકોને છે આ અધિકાર

નવો મોટર વ્હીકલ એક્ટ (New Motor Vehicle Act) લાગુ થયા બાદ ટ્રાફિક નિયમો (ન્યૂ ટ્રાફિક રુલ્સ)નો ભંગ કરવા બદલ લોકો પાસેથી દંડની મોટી રકમ વસૂલવામાં આવી રહી છે. ટ્રાફિક પોલીસ નવા એક્ટ પ્રમાણે નિયમોનું પાલન કરાવી રહી છે. નિયમોનું ઉલ્લંધન કરવા પર હજારો-હજારો રૂપિયાનું ચલણ (Traffic Challan)બનાવવામાં આવી રહ્યું છે.

ટ્રાફિક નિયમોને ફોલો કરવા જરૂરી છે, પરંતુ તમને નવા નિયમોની ધમકી આપીને ટ્રાફિક પોલીસ હેરાન ના કરી શકે. ટ્રાફિક પોલીસનો કોઈ પણ અધિકારી તમારી સાથે ખોટી રીતે વ્યવહાર ના કરી શકે. સાથે તમને તમારા અધિકાર વિશે જાણકારી હોવી જોઈએ.

ટ્રાફિક પોલીસ તમને અટકાવી શકે છે, પરંતુ તમારી પાસે કેટલાક અધિકાર છે. જે રીતે તમે નિયમોથી બંધાયેલા છો એવી રીતે ટ્રાફિક પોલીસના અધિકારીઓ કેટલાક નિયમોથી બંધાયેલા હોય છે. દરેક ટ્રાફિક પોલીસે યુનિફોર્મ પહેરવો જરૂરી છે. યુનિફોર્મ પર બકલ નંબર અને તેનું નામ હોવું જરૂરી છે. જો આ બંને ટ્રાફિક પોલીસની પાસે ના હોય તો તમે તેમની પાસેથી ઓળખકાર્ડ માગી શકો છો. જો ટ્રાફિક પોલીસ પોતાનું ઓળખકાર્ડ ના બતાવે તો તમારે તમારી ગાડીના દસ્તાવેજ તેને ના આપવા જોઈએ.

બીજી સૌથી મહત્ત્તવની વાત કે જે ટ્રાફિક પોલીસ તમને રોકે છે, તેની પાસે ચલણ બુક અથવા ઈ-ચલણ હોવું જોઈએ. તેના વગર તે નિયમનુસાર ચલણ ના બનાવી શકે. જ્યારે તમને કોઈ ટ્રાફિક પોલીસ રોકે છે તો તમે ગાડીને એકબાજું ઉભી રાખો. પોતાની ગાડીના દસ્તાવેજ તેને બતાવવા. તે ધ્યાન રાખવું કે, તમારી ગાડીના દસ્તાવેજ બતાવવાના છે, તે દસ્તાવેજો ટ્રાફિક પોલીસને આપવાના નથી. આ દરમિયાન તમારે ટ્રાફિક પોલીસને સહકાર આપવાનો છે. સાથે ટ્રાફિક પોલીસ પણ તમારી સાથે વ્યવસ્થિત વર્તન કરે તે જરૂરી છે.

તમને આ અધિકારીઓ વિશે જાણકારી હોવી જોઈએ

જો ટ્રાફિક નિયમો તોડવા પર ટ્રાફિક પોલીસ તમારી ધરપકડ કરે તો ધકપકડ કરવાના 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવે તે જરૂરી છે. જો ટ્રાફિક પોલીસ તમને પજવણી કરે અથવા ત્રાસ આપે તો તમે તે સંબંધિત પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો