શરીરમાં આ તકલીફો થઇ રહી છે તો સમજજો કેલ્શિયમની કમી છે, અપનાવો આ ઘરગથ્થુ ઉપાય અચૂક થશે ફાયદો

કેલ્શિયમ નાની-મોટી દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે. આ એ તત્ત્વ છે, જે શરીરનાં હાડકાંને મજબૂત બનાવે છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોને કેલ્શિયમની ખૂબ જરૂર હોય છે. બાળકોના વિકાસ માટે કેલ્શિયમ ખૂબ જરૂરી છે. મહિલાઓને ‌પિરિયડ્સ, પ્રેગ્નન્સી, મેનોપોઝ સમયે કેલ્શિયમની ખૂબ જરૂર પડે છે.

શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો તમારા શરીરના ઘણા અંગો પર અસર જોવા મળે છે. હાથ માંડીને પગ અને યાદશક્તિ પર પણ અસર વર્તાય છે. શરીરના અંગો વ્યવસ્થિત રીતે કામ કરે તે માટે કેલ્શિયમ લેવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને મહિલાઓ કેલ્શિયમની ખામીનો ભોગ બને છે. જેના કારણે ત્રીસી વટાવ્યા બાદ કમરના મણકામાં ઘસારો, ઘૂંટણ દુખવા, હાડકાં નબળાં પડી જવા જેવી સમસ્યા થાય છે.

કેલ્શિયમની ઉણપ ‘હીપોકેલ્સેમિયા’ તરીકે પણ ઓળખાય છે. શરૂઆતમાં કેલ્શિયમ ઘટી ગયું છે તેવા ચોક્કસ લક્ષણો શરૂરીમાં નથી દેખાતાં પરંતુ જેમ જેમ કેલ્શિયમનું પ્રમાણ વધારે ઘટે છે ત્યારે તેના લક્ષણો દેખાવાની શરૂઆત થાય છે. સરળતાંથી હાડકા તૂટી જાય એટલે કે વારંવાર ફ્રેક્ચર થવું, મૂંઝવણ થવી કે યાદશક્તિ નબળી પડવીએ હીપોકેલ્સેમિયાના ગંભીર લક્ષણો છે.

ખાસ કરીને મહિલાઓમાં ૩૦ વર્ષ બાદ કેલ્શિયમની કમી થવા લાગે છે. ભારતીય મહિલાઓ કેલ્શિયમને લઇ એટલી સજાગ હોતી નથી. તેથી તેઓ જાતે જ સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓને નોતરે છે. શરીરમાં કેલ્શિયમની કમી દૂર કરવા માટે શું શું ખાવું જોઇએ

કેલ્શિયમ માટે તમને માર્કેટમાં ઘણાં સ‌િપ્લમેન્ટ્સ મળી જશે. તમે ઇચ્છો તો તે લઇ શકો છો, પરંતુ તેની સાથે તમે કેલ્શિયમથી ભરપૂર ડાયટ લેશો તો વધુ ફાયદો થશે.

દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે, તેમાં પોષક તત્ત્વોની ભરમાર હોય છે, તેમાં ભરપૂર કેલ્શિયમ હોય છે. તમે દહીં અને પનીર પણ ખાઇ શકો છો.

તમારે શાકભાજી ખાવાં હોય તો પાલક, ફુદીનો, બીન્સ, બ્રોકલી લઇ શકો છો, તેમાં આયર્ન, વિટા‌મિનની સાથે-સાથે કેલ્શિયમ પણ ભરપૂર હોય છે.

દરેક પ્રકારની દાળ પ્રોટીન, વિટા‌મિન, આયર્ન, ઝિંક, પોટેશિયમ, ફોલેટ, મેગ્નેશિયમ અને ફાઇબરથી ભરપૂર હોય છે.
કેલ્શિયમની કમી દૂર કરવા માટે તમે ડ્રાય ફ્રૂટ્સ ખાઇ શકો છો. બદામ, કિશમિશ, ખજૂર તમારા માટે બેસ્ટ છે.

ફળમાં સંતરાં બેસ્ટ છે. બેરિઝમાં પણ કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. બ્લેકબેરી અને સ્ટ્રોબેરી બંને ફાયદાકારક છે.

ફળનાં બીજમાં પણ કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન તમે દૂધ સાથે કરી શકો છો. અળસી, કિનોવા, તલ વગેરે ખાઇ શકો છો.
સવારનો તડકો પણ તમને ભરપૂર કેલ્શિયમ આપે છે. સવારના ૫થી 20 મિનિટ સુધી તડકામાં બેસો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો