ચોમાસામાં ઘરમાં ભેજ આવતો હોય તો આ ઉપાયોની મદદથી દીવાલોને ભેજમુક્ત બનાવો, જાણો અને શેર કરો

વરસાદની ઋતુ જેટલી મનને શાંતિ આપે છે તેટલી જ ઘરમાં મુશ્કેલી પણ ઉત્પન્ન કરે છે. ચોમાસામાં સૌથી વધારે ઘરની દીવાલોને અસર થાય છે. થોડા સમય પહેલાં સુંદર દેખાનારી દીવાલો પર સતત વરસાદને કારણે લીકેજ, ક્રેક્સ અને ફંગસ આવી જાય છે. આપણે વરસાદને તો રોકી નથી શકતા, પરંતુ ઘરને બચાવવા માટે કેટલાક ઉપાય કરી શકીએ.

સમસ્યા ઘરના પાયામાં છે

ભોપાલના સિવિલ એન્જિનિયર મયંક શ્રીમાળીના મત પ્રમાણે, જો આપણે ભેજવાળી દીવાલોનું રિપેરિંગ ન કરાવીએ તો તેનાથી ઘરની લાઈફ ઘટી જાય છે. મયંક જણાવે છે કે, વરસાદ બાદ જમીનમાં પાણીનું સ્તર વધી જાય છે અને ભેજ પાયાનાં માધ્યમથી ઉપર આવી જાય છે. ખાલી વિસ્તારોમાં આમ વધારે થાય છે. મારા અનુભવ પ્રમાણે દીવાલોમાં પાણી 90% કેસમાં જમીનથી ઉપર આવે છે.

ઘર બનાવતાં પહેલાં સાવચેતી રાખો

ભોપાલ સ્થિત ડિઝાઈન હોમના આર્કિટેક્ટ સુનીલ મનોચા જણાવે છે કે, ઘરની દીવાલોમાં ભેજ આવવાના 3 કારણ છે. ધાબા પર વોટરપ્રૂફિંગ ન કરાવવું, ઘર બનાવતી વખતે પ્લાસ્ટર પહેલાં તિરાડો રહી જવી અને યોગ્ય પ્રમાણમાં પ્લાસ્ટર ન કરવું. તેમણે જણાવ્યું કે, પ્લાસ્ટર 1/4 પ્રમાણમાં થવું જોઈએ અને 19-20mm થિક હોવું જોઈએ. જો કે, મોટાભાગે આવું થતું નથી.

આ ઉપાયોની મદદથી દીવાલોમાં આવેલા ભેજથી છૂટકારો મેળવી શકાય

ભેજનું કારણ જાણો: દીવાલો પર ભેજના ડાઘા દર્શાવે છે કે, ક્યાંકથી પાણી આવી રહ્યું છે. તપાસ કરો કે પેઈન્ટનાં પોપડાં તો બની રહ્યાં નથી. ત્યારબાદ ચેક કરો કે પાણી ક્યાંથી આવી શકે છે. એવું બની શકે કે તેનું કારણ તૂટેલી પાઈપ કે તૂટેલી ટાઈલ્સ હોય. આ કારણ હોય તો રિપેરિંગની તૈયારી કરો.

ક્રોસ વેન્ટિલેશન: ઘરમાં દરવાજા અને બારીઓ ખોલીને તાજી હવાને અંદર આવવા દો. ઘરની અંદર રહેલી ભેજવાળી હવાને બહાર કાઢવાની સૌથી સારી રીતે ક્રોસ વેન્ટિલેશન હોઈ શકે છે. યાદ રાખો કે ઘરમાં સરળતાથી હવા સર્ક્યુલેટ થતી રહે. ફર્નિચરને દીવાલની નજીક રાખવાને બદલે થોડી હવાની અવરજવર રહે એટલી જગ્યા રાખો.

બહારની દીવાલો પર વોટર પ્રૂફ પેઈન્ટ: 
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, ઘરની બહારની દીવાલો પર સારી બ્રાન્ડના વોટરપ્રૂફ પેઇન્ટનો ઉપયોગ કરો. આર્કિટેક્ટ મનોચાએ જણાવ્યું કે, આ પેઈન્ટથી ઓછામાં ઈચ્છા બે કોટ અથવા તો કંપનીના માર્ગદર્શન પ્રમાણે કરો. કવરેજ એરિયા વધારવા માટે વધુ પાણી ન ઉમેરો. તેનાથી પેઈન્ટની ક્વોલિટી પર અસર પડી શકે છે.

જોઇન્ટ્સ તપાસોઃ જો તમારા ઘરની દીવાલોના જોઇન્ટ્સ એટલે કે સાંધામાં તિરાડો હોય તો તેને તપાસો. પેઇન્ટિંગ કરતાં પહેલાં સારી ક્વોલિટીના ફીલરથી તેને ભરાવો. આ સિવાય, ઘરના બાંધકામ દરમિયાન ઘણી વખત ઇંટ અને કોલમ વચ્ચે તિરાડ પડી જાય છે. એક્સપર્ટ્સ તેને ભરવા માટે મેશ અથવા વેલ્વેટ મેશનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.

ડિહ્યુમિડિફાયર: આ મશીન ભેજ અને ફંગસના કારણે બનતી હવાને આ મશીન ખેંચીને બહાર કરી દેશે. તમે વિવિધ રૂમો માટે પોર્ટેબલ અથવા નાના ડિહ્યુમિડિફાયરનો ઉપયોગ પણ કરી શકો છો.

ઘરની આજુબાજુ કોંક્રિટ: 

મયંક ઘરની આજુબાજુ જમીન પર એકથી દોઢ મીટર કોંક્રિટ કરવાની સલાહ આપે છે. તેનાથી વરસાદનું પાણી તમારા પાયા સુધી પહોંચતું નથી. આ સિવાય મકાન બનાવતી વખતે બોલ્ડર્સ અને ફ્લાય એશ ઇંટનો ઉપયોગ કરી શકાય કારણ કે, માટીની ઇંટ પાણી ખેંચે છે.

સ્વાસ્થ્ય માટે પણ જોખમી

દીવાલોમાં ભીનાશ રહેવાને કારણે ઘણીવાર અંદર ફંગસ અને બેક્ટેરિયા પણ તૈયાર થાય છે. તેનાથી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ થઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર, વધારે પ્રમાણમાં ભેજ અને ફંગસ ખૂબ જોખમી હોઈ શકે છે. આવા ઘરોમાં રહેતા લોકોમાં શ્વસન સમસ્યાઓ, શ્વસન ચેપ, અસ્થમા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ હોઈ શકે છે.

રિસર્ચ જણાવે છે કે, ભેજવાળા ઘરમાં રહેતા લોકો કરતાં હવાની અવરજવરવાળા ઘરોમાં રહેતા લોકોને શ્વસન સંબંધી સમસ્યાઓ માટે ડોક્ટર પાસે જવાની શક્યતા ઓછી રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો