બોર્ડ એક્ઝામમાં વિદ્યાર્થીની રિસિપ્ટ ખોવાય જાય તો પરીક્ષા ખંડના સાથી પરીક્ષાર્થીને પૂછીને પરીક્ષા આપવા દેવાશે

આગામી 5મી માર્ચથી એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પુર્ણ કરી દીધી છે. આ વખતે પ્રથમ વખત રિસિપ્ટ ઓનલાઇન શાળા ડાઉનલોડ કરીને આચાર્યની સહિ સિક્કા કરીને રિસિપ્ટ આપી છે. વિધાર્થી આ રિસિપ્ટની ત્રણ જેટલી ઝેરોક્ષ કઢાવી નાખવી જોઇએ.

પરીક્ષાર્થીઓએ રિસિપ્ટનો સપૂર્ણ અભ્યાસ કરી લેવો જોઇએ

પરીક્ષાર્થીની રિસિપ્ટ ખોવાઇ જાય તો પરીક્ષાર્થીનો સમય ન બગડે અને પરીક્ષાર્થી પરીક્ષાથી વંચિત ન રહે તે માટે પરીક્ષાખંડમાં તેના સાથી પરીક્ષાર્થીઓને પુછીને તેને પરીક્ષા આપવા દેવામાં આવશે. બીજે દિવસે પરીક્ષાર્થીએ તેના પુરાવા રજુ કરવા પડશે. પરીક્ષાર્થીઓએ રિસિપ્ટનો સપૂર્ણ અભ્યાસ કરી લેવો જોઇએ. રિસિપ્ટમાં શાળાના આચાર્યનો સહિ સિક્કો કરેલો હશે તે જ માન્ય રિસિપ્ટ ગણાશે. અને જો રિસિપ્ટમાં કોઇ ભુલ હોય તો આચાર્યનો સપર્ક કરવો. પરીક્ષાના સમય દરમિયાન વીજપુરવઠો ખોરવાય તો શાળાઓએ નોંધ લેશે અને એમજીવીસીએલ પાસે પુરવઠો કેમ બંધ રહ્યો તેનો જવાબ લેવાશે. આ ઉપરાંત, પરીક્ષાકેન્દ્ર વિસ્તારોને તા.5મી માર્ચથી તા.21 માર્ચ સુધી કલમ-144 હેઠળ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાયાં છે.

કેટલાક પ્રા.શિક્ષકો બહાનાંબાજી કરે છે

બોર્ડમાં 1700 થી 1800 શિક્ષકોની પરીક્ષામાં ફરજ બજાવવાની જરૂરયાતની સામે માધ્યમિકના 1400 શિક્ષકો સહિત પ્રાથમિક શાળાના 400 શિક્ષકો પણ પરીક્ષામાં ફરજ માટો આદેશ કર્યા છે. પરંતુ઼ કેટલાક પ્રાથમિક શિક્ષકો તાલિમ તથા અન્ય બહાને પરીક્ષામાં આવવાં ટાળી રહ્યાનું જાણવા મ‌ળ્યું છે.

પરીક્ષા કેન્દ્રો પર પ્રતિબંધાત્મક આદેશો જાહેર

પંચમહાલના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મહેન્દ્ર.એલ. નલવાયા (જી.એ.એસ.) દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ- 1973ની કલમ-144 હેઠળ મળેલ સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા હેઠળ જિલ્લાના પરીક્ષા કેન્દ્રોથી 100 મીટરની ત્રિજ્યામાં આવેલ તમામ મકાનો, જગ્યા, સ્થળ અને વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરીને આ સ્થળો પર 5 માર્ચથી 21 માર્ચ (બંને દિવસો સહિત) સુધી સવારના 9.30 કલાકથી સાંજના 7 કલાક સુધી પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા માણસો સિવાયના બિનઅધિકૃત વ્યક્તિઓની અવર-જવર પર, પરીક્ષાર્થીઓને ચોરી કરવા/કરાવવામાં મદદ કરવા સહિત પરીક્ષાલક્ષી કોઈપણ પ્રકારનું સાહિત્ય પરીક્ષાસ્થળોમાં લઈ જવા પર પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે. તથા પ્રતિબંધિત વિસ્તારોના ઝેરોક્ષ કોપિયર અને ફેક્સ મશીન સંચાલકોને પરીક્ષાના દિવસો દરમિયાન સવારના 8.30 કલાકથી સાંજના 7 કલાક સુધી કોપિયર મશીન બંધ રાખવાના રહેશે. આ હુકમનો ઉલ્લંઘન કરનાર ઈન્ડિયન પીનલ કોડની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો