દિલ્હી સરકાર ડીઝલના ભાવ ઘટાડી શકે તો ગુજરાત સરકાર કેમ નહીં? હકીકત જાણીને તમને થશે આશ્ચર્ય

દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે કેબિનેટમાં નિર્ણય લઈ ડીઝલ ઉપરનો વેટ ૩૦ ટકાથી ઘટાડી ૧૬.૭૫ ટકા કરવાની જાહેરાત કરી છે, એને કારણે દેશના પાટનગરને આવરી લેતા દિલ્હી રાજ્યમાં હવે ડીઝલના ભાવમાં લિટરે ૮ રૂપિયા ૩૬ પૈસાનો કડાકો બોલી ગયો છે.

દિલ્હીના આ મોટા સમાચાર ગુરુવાર બપોરથી જ રાજ્યમાં વહેતા થતાં, સામાન્ય માણસોના મનમાં સ્વાભાવિક પ્રશ્ન ઊઠી રહ્યો છે કે, જો દિલ્હીમાં ‘આપ’ સરકાર અતિશય મોંઘવારીમાં લોકહિતમાં ડીઝલ ઉપરનો વેટ ઘટાડી ભાવમાં રાહત આપી શકતી હોય તો પોતાને સંવેદનશીલ કહેવડાવતી ગુજરાત સરકારે પણ પેટ્રોલ કે ડીઝલ ઉપરનો ટેક્સ ઘટાડી સામાન્ય નાગરિકોને રાહત મળે તેવા દિલ્હી સરકારના પગલાને અનુસરવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગુજરાતની ભાજપ સરકારે તો વાસ્તવમાં લોકડાઉનના અતિકપરા સમયમાં હસમુખ અઢિયા સમિતિના નામે પેટ્રોલ-ડીઝલન ભાવ વધારી સામાન્ય માણસોનું જીવન દોહ્યલું બનાવી દીધું છે. આ સરકાર ૧૫ જૂનની અસરથી પેટ્રોલમાં ૩.૧ ટકા (રૂ. ૨) અને ડીઝલમાં ૩.૨ ટકા (રૂ. ૨) વેટ વધારી અત્યારે અનુક્રમે ૨૦.૧ ટકા અને ૨૦.૨ ટકા વેટ કરી સાથે ૪-૪ ટકા સેસ વસૂલી પ્રજાને કપરા સમયમાં રાહત આપવાને બદલે વધારાનો બોજો નાંખ્યો છે.

ડીઝલ ઉપરનો વેટ કે ટેક્સની આવક એ ગુજરાત હોય કે દિલ્હી હોય, કોઈપણ રાજ્યની આવકનો મુખ્ય સ્ત્રોત હોય છે, રાજ્ય વાણિજ્યક કરવેરા કચેરીના સૂત્રોના કહેવા પ્રમાણે રાજ્યમાં અત્યારે દર મહિને સરેરાશ ૬ લાખ લીટર ડીઝલની ખપત રહે છે. આના કરતાં ઘણી વધુ ખપત દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં રહેતી હોય છે. તેથી જો દિલ્હીની સરકાર ડીઝલ ઉપરનો ટેક્સ ઘટાડીને પ્રજાનું હિત જોઈ શકતી હોય તો સંવેદનશીલ સરકારનો દાવો કરતી ગુજરાત સરકારે પણ પ્રજાહિતમાં આવું કદમ ઊઠાવવું જોઈએ.

ડીઝલના ભાવ સમગ્ર અર્થતંત્રને ભારે અસર કરે છે. પરિવહન ખર્ચ વધતાં દરેકે દરેક ચીજવસ્તુના ભાવને અસર થાય છે, એ પછી ડીઝલ પમ્પ સેટથી પાણી ખેંચી સિંચાઈ કરતો ખેડૂત હોય કે પછી ડીઝલ પમ્પ સેટના સહારે દરિયો ખેડતો મછવારો હોય, દરેક સામાન્ય માણસના જીવનને ડીઝલના ભાવ મોટી અસર કરે છે, ત્યારે રાજ્યની ભાજપ સરકાર સાચા અર્થમાં સંવેદનશીલ બની ડીઝલ-પેટ્રોલ ઉપરનો ટેક્સ ઘટાડે તે ઇચ્છનીય છે.

લોકડાઉન પહેલા રાજ્યમાં પેટ્રોલનું ૨૩ કરોડ લીટર, ડીઝલનું ૫૫ કરોડ લીટર વેચાણ થતું હતું

કોરોનાના કારણે લોકડાઉનમાં રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનું વેચાણ ૯૫ ટકા સુધી ઘટી ગયું હતું. પરંતુ ત્યારબાદ ધીમે ધીમે પેટ્રોલ અને ડીઝલનું વેચાણ વધી રહ્યું છે. રાજ્યમાં જ્યારે કોરોના નહોતો અને સામાન્ય સ્થિતિ હતી ત્યારે પેટ્રોલનું વેચાણ દર મહિને ૨૩ કરોડ લીટર અને ડીઝલનું વેચાણ ૫૫ કરોડ લીટર થતું હતું. જે લોકડાઉન દરમિયાન બિલ્કુલ તળિયે પહોંચી ગયું હતું. હાલમાં લોકડાઉન ખૂલી જતા આર્થિક પ્રવૃત્તિ વધતા વેચાણ પચાસ ટકાથી ઉપર પહોંચ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો