જો ચીનમાં સ્કૂલ, ઓફિસ, બજાર શરૂ થયા તો કોરોના વાયરસ કાળ બનીને દુનિયાભરમાં ત્રાટકશે, આટલું ખતરનાક હશે તાંડવ
કોરોના વાયરસ 2003ના સાર્સથી પણ ખતરનાક રૂપ લઇ ચૂકયું છે. તેનો પ્રસાર જેટલો વ્યાપક સ્તર પર દુનિયાભરમાં ફેલાઇ રહ્યો છે એટલો તો સ્વાઇન ફ્લૂ પણ નહોતો. આનાથી ભલે 2014ના ઇબોલા જેવા મોત ના થયા હોય પરંતુ આ ખૂબ જ ખતરનાક છે કારણ કે આ વાયરસ હવાથી પણ ફેલાય શકે છે. વાયરસ કેટલો ખતરનાક અને ગંભીર છે આ ત્રાસદી કયારે સમાપ્ત થશે તેને લઇ નિષ્ણાતોના અલગ-અલગ મંતવ્ય છે. કેટલાંક નિષ્ણાતો માને છે કે ચીનમાં પ્રભાવિત ક્ષેત્રમાં સ્કૂલ, ઓફિસ અને મોલ ખૂલવાથી મહામારી વધુ ફેલાય શકે છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે મિશિગન યુનિવર્સિટીના પ્રોફેસર હોવાર્ડ મર્કેલ કહે છે કે કે દરેક વાયરસ અલગ હોય છે. જૂની મહામારીઓએ જ મને શીખવાડ્યું તે એ છે કે જે તેના આધાર પર ભવિષ્યનો અંદાજો લગાવે છે. તે કાં તો મૂર્ખ છે અથવા તો જુઠ્ઠું બોલે છે. ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં તેણે હજારો લોકોને ઝપટમાં લઇ લીધા છે અને અત્યાર સુધીમાં એકલા ચીનમાં જ અંદાજે 2000 લોકોના મોત થઇ ગયા છે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે કોરોનાના નિદાન માટે કોઇ વૈક્સિનેશન પણ હાજર નથી.
મર્કેલ 1892મા જર્મનીમાં ફેલાયેલા હૈજાની ઘટનાને યાદ કરાવે છે જ્યારે યુરોપિયન દેશે શરૂઆતમાં આ સમાચારને દબાવી રાખ્યા તેના લીધે આ મોટાપાયે ફેલાઇ ગયો. હૈજાથી જર્મનીના હમબર્ગમાં 8000 લોકોના મોત થયા હતા. ત્યારબાદમાં આ બીમારીએ ન્યૂયોર્કમાં પણ દસ્તક દીધી. મર્કેલ કહે છે કે આ મહામારી ખૂબ મોંઘી પણ પડી છે કારણ કે તેના લીધે વ્યાપાર ઠપ્પ થઇ જાય છે, આથી અર્થતંત્રને મોટાપાયે નુકસાન પહોંચે છે.
સ્કૂલ, ઓફિસ ખૂલ્યા તો વધુ ફેલાશે વાયરસ
બીજીબાજુ ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનના એક અભ્યાસમાં કહ્યું છે કે ભલે નવા કેસમાં ઘટાડો આવ્યો હોય પરંતુ જેવી ઇકોનોમી રિસ્ટાર્ટ થશે આ ફરીથી ફેલાશે. આપને જણાવી દઇએ કે લુનલ ન્યુ યરની રજા વધારી દીધી છે અને વર્કપ્લેસને બંધ કરી દીધા છે. આ મહિને પ્રકાશિત રિપોર્ટમાં કહ્યું છે કે લોકો મોટી સંખ્યામાં ફરીથી સ્કૂલ અને ઓફિસ આવશે. આપણે આવનારા સપ્તાહમાં એક વખત ફરીથી કોવિડ1-9ના સંભવિત પ્રસારને લઇ તૈયાર રહેવું પડશે.
આગળ ખતરનાક રૂપ લેશે
લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના સ્ટીવ રિલે કહ્યું કે વાયરસે પોતાના મૂળિયા જમાવી દીધા છે. આ વાયરસથી સાર્સ કરતાં પણ વધુ લોકો પ્રભાવિત થયા છે. જો આ દુનિયાના બીજા ભાગમાં ફેલાય છે તો આ ગંભીર વાયરસ બની રહેશે, આ અલગ પ્રકારની વસ્તુ બની જશે.
તો બીજીબાજુ મિનસોટા યુનિવર્સિટીના પ્રોફેસર માઇકલ ઑસ્ટરહોમ બતાવે છે કે આવનારા થોડાંક સપ્તાહમાં આ વાયરસના પ્રભાવની અસલી માહિતી મળી જશે. અમે માંડ શરૂઆત કરી છે. જો આ આખી દુનિયામાં ફેલાય છે તો 1918ની મહામારીથી થોડોક જ ઓછો ભયાનક હશે. આવનારા ત્રણ સપ્તાહ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આપને જણાવી દઇએ કે 1918મા ફેલાયેલ મહામારીમાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

