IAS અધિકારીને મળ્યું ‘ઈમાનદારીનું ઈનામ’ અશોક ખેમકાની 52મી વાર બદલી, તેઓ જે કોઇ પણ વિભાગમાં જાય છે, ત્યાં કૌભાંડના કેસ સામે લાવે છે

દેશમાં બદલીઓ માટે પંકાયેલા હરિયાણા (Haryana) કેડરના IAS અધિકારી (IAS officer) અશોક ખેમકા (Ashok Khemka)ની નોકરી દરમિયાન 52મી વાર બદલી થઈ છે. અભિલેખાગાર, પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગમાં પ્રમુખ સચિવ બનાવવામાં આવ્યા છે. આ પહેલા તેઓ વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના પ્રમુખ સચિવ પદે કાર્યરત હતા. આ બદલી 8 મહિના બાદ થઇ છે. 1991ની બેચના અશોક ખેમકાની આ પહેલા માર્ચ 2019માં બદલી થઇ હતી. બદલી થયા બાદ પોતાના ઑફિશયલ ટ્વીટર એકાઉન્ટર પર ખેમકાએ લખ્યું, ‘ઇમાનદારીનું ઇનામ મળ્યું બદનામી’

ભાજપ પહેલાં કૉંગ્રેસની હુડ્ડા સરકારમાં પણ ખેમકાની 22 વખત બદલી થઇ હતી. તેઓ જે કોઇ પણ વિભાગમાં જાય છે, ત્યાં કૌભાંડના કેસ સામે લાવે છે. રમતગમત વિભાગ પહેલા તેમણે સમાજ કલ્યાણ વિભાગમાં પણ ગોટાળાની આશંકા પર 3 લાખથી વધારે વડીલોનું પેન્શન રોકી દીધું હતું.

રમતગમત વિભાગમાં ખેમકાના એસીઆર(એન્યુઅળ કોન્ફિડેન્શીયલ રિપોર્ટ)માં નંબરને લઇને વિવાદ થયો હતો. ખેમકાના એસીઆરમાં મુખ્ય સચિવે તેમને 10માંથી 8.22 અંક આપ્યા હતા જ્યારે મંત્રી અનિલ વિજે તેને વધારીને 9.92 કરી દીધા હતા. એમ પણ લખ્યું હતું કે ખેમકા એક મહેનતુ અને ઇમાનદાર અધિકારી છે. જોકે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે એસીઆરમાં 9 અંક કરવા સાથે મંત્રી અનિલ વિજની ટિપ્પણનીને અતિશયોક્તિ ગણાવી હતી. આ મામલાને લઇને ખેમકા હાઇકોર્ટ પહોંચ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close