એરફોર્સે જાહેર કરી રડાર ઈમેજ, વાયુસેનાએ કહ્યું- પાકિસ્તાનના F-16ને તોડી પાડવાના અમારી પાસે છે મજબૂત પુરાવા

ભારતીય વાયુસેનાએ ફરી એક વખત પાકિસ્તાન વાયુસેનાએ ઘૂસણખોરી દરમિયાન તેમના F 16 ફાઈટર જેટને તોડી પાડવા અંગેના પુરાવાઓ રજૂ કર્યા છે. વાયુસેનાએ એરબોર્ન એન્ડ કંટ્રોલ સિસ્ટમ રડાર દ્વારા ખેંચેલી તસવીરો જાહેર કરી છે. જેમાં પાકિસ્તાનના બે F 16 અને એક JF 17 ફાઈટર પ્લેન જોવા મળે છે.

એરફોર્સે એરબોર્ન એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ(અવાક્સ) રડારથી ખેંચવામાં આવેલી તસ્વીરો બહાર પાડી છે

એર વાઇસ માર્શલ આરજીકે કપૂરે કહ્યું કે અમારી પાસે આ સિવાયના વધુ વિશ્વસનિય પુરાવાઓ છે કે ઘૂસણખોરી દરમિયાન પાકિસ્તાને પોતાના F 16 વિમાનને ગુમાવ્યું છે. પરંતુ સુરક્ષા અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને અમે આ સુચનાને બધાંની સામે ન લાવી શકીએ. તેઓએ કહ્યું કે પાકિસ્તાનની ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશન (ડીજીઆઈએસપીઆર) દ્વારા જાહેર થયેલાં કેટલાંક નિવેદનોથી પણ અમારા દાવાની પુષ્ટિ થાય છે.

27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના ત્રણ F-16 વિમાન ભારતીય સીમામાં ઘુસયા હતા, ભારતીય એરફોર્સે એકને તોડી પાડ્યું.

પાકિસ્તાન પાયલટને લઈને જુઠ્ઠં બોલ્યું- એરફોર્સ

કપૂરે જણાવ્યું કે ડીજી- આઈએસપીઆરએ તેના શરૂઆતના નિવેદનમાં કહ્યું હતું કે 3 પાયલટ છે. તેમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. અને અન્ય બે હાલ ક્ષેત્રમાં છે. બાદમાં ડીજી-આઈએસપીઆરે પ્રેન્સકોન્ફોરન્સમાં કેમેરાની સામે કહ્યું હતું કે અમારી પાસે બે પાયલટ છે. તેમાંથી એક કસ્ટડીમાં છે અન બીજો હોસ્પિટલમાં દાખલ છે. આ નિવેદનની પાકિસ્તાનના વડાપ્રધાને પણ પુષ્ટી કરી હતી. તેની પરથી સાબિત થાય છે કે તે દિવસે 2 એરક્રાફટને તોડી પાડવામાં આવ્યા હતા.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો