પતિએ માસીજી સાસુ સાથે લગ્ન કરી પત્નીને કહ્યું-તું મરી જા, પત્નીએ કહ્યું- મારે નથી બનવું બીજી આઇશા; પતિની માત્ર અટકાયત કરાઈ

બીજી આયશા ન બનવા માંગતી સૈયદપુરા નાગોરીવાળની પરિણીતાની અરજી બાદ પણ આત્મહત્યા માટે ઉશ્કેરનાર પતિ સામે ન તો ગુનો નોંધાયો છે ન તો પતિ સાથે સમાધાન થયું. હાલ પતિ સામે અટકાયતી પગલા ભરી અરજીની તપાસ હાથ ધરાઈ છે.

તાજેતરમાં અમદાવાદની આઇશાએ પતિના ત્રાસને લઈને આપઘાત કરી લીધો હતો. આ મામલો હજુતો શાંત નથી થયો ત્યારે અમદાવાદની આઈશાની જેમ સુરતમાં શબાના નામની પરિણીતાને તેનો પતિ તરછોડીને માસીજી સાસુ સાથે લગ્ન કરીને આ પરણીતાને મરી જવાનું કહે છે. ત્યારે ન્યાય માટે આ પરિણીતા પોલીસમાં અરજી કરી છે. પરિણીતાએ જણાવ્યું હતું કે, મારે બીજી આઇશા બનવું નથી; મારે જીવવું છે અને પતિ સાથે રહેવું છે, ન્યાય જોઈએ છે.

લાલગેટ વિસ્તારમાં રહેતી પરિણીતાના પતિએ પત્નીની માસી સાથે લગ્ન કરીને ઘરે લઈ આવ્યો અને પત્નીને મરી જવા કહ્યું હતું. ત્યારે પરિણીતાએ કહ્યું કે, મારે આઇશા નથી બનવું, મારે તો પતિ સાથે જ રહેવું છે, ન્યાય જોઈએ છે. મૂળ પશ્ચિમ બંગાળની શબનમ મલ્લીક હાલમાં નાગોરીવાડમાં રહે છે. સાડા છ વર્ષ પહેલા તેના લગ્ન નાસીમ મલ્લીક સાથે થયા હતા. 4 વર્ષની એક દીકરી છે. ત્રણ દિવસ પહેલા ખબર પડી કે નાસીમે માસી સાસુ સાથે લગ્ન કરીને તેને ઘરે લઈ આવ્યો છે.

વિરોધ કરતા શબનમને નાસીમે કહ્યું કે તુ મને નથી જોઈતી. તુ મરી જા, તુ અભિતક જીંદા કેસે હે.તુને તો મર જાના ચાહિએ.તુને અભી તક સુસાઇડ નહીં કિયા.નાસીમના અન્ય સંબંધીઓ પણ હેરાન કરે છે. શબનમ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગઈ ત્યારે તેની પાસેથી પોલીસે અરજી લીધી છે. આ બાબતે શબનમે જણાવ્યું હતું કે મારે સુસાઈડ નથી કરવું, મારે આઇશા નથી બનવું.મારે જીવવું છે. મારે પોતાના માટે અને મારી દીકરી માટે જીવવું છે. મારે ન્યાય જોઈએ છે. માસી પણ જતી નથી. મારો મારા પતિ સાથે સામાન્ય ઝઘડો થયો હતો. તેને મને મારા માતા-પિતાના ઘરે મોકલી દીધી હતી.

લાલગેટ પીઆઈ યુ.એ.ડાભીએ જણાવ્યું હતું કે, શબનમના પતિએ માસી સાસુ સાથે લગ્ન કરી લીધા છે. શબનમે ફરિયાદ નથી આપી પરંતુ માત્ર અરજી કરી છે. અમે નાસીમ વિરુદ્ધ પગલાં લીધા છે. નાસીમે પોલીસને જણાવ્યું હતું કે, અમારામાં તો ચાર લગ્ન કરી શકાય છે. મે બીજા લગ્ન કર્યા અને હું બંનેને રાખવા તૈયાર તો કોને શા માટે વાંધો હોવો જોઈએ.

અમદાવાદ આઈશા નામની પરિણીતાને પતિ દહેજ માટે ત્રાસ આપતો હતો. જોકે પોતાના પતિને પ્રેમ કરવા છતા પતિ પરણીતાને આપઘાત કરી લેવાનું કહેતો હતો અને આપઘાત પહેલાં પોતાનો વીડિયો મોકવા માટે કહ્યું હતું. જેથી થોડા દિવસો પહેલાં આ પરિણીતાએ એક વીડિયો બનાવી અમદાવાદની સાબરમતીમાં નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો.

આઇશાના આપઘાતને લઈને અનેક લોકો ન્યાય માટે સામે આવ્યા
પરિણીતાનો આપઘાત કરતો વીડિયો વાઇરલ થયા બાદ આ મામલે આ પરિણીતાને ન્યાય માટે અનેક લોકો સામે આવી રહ્યા છે. આ મામલો તાજેતરમાં ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદની આઇશાની જેમા સુરતની શબનમને પણ તેનો પતિ માનસિક ત્રાસ આપવા સાથે તરછોડી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો