પત્નીના ત્રાસથી આપઘાત કરનાર યુવાને 36 દિવસ પહેલા લખેલી ચિઠ્ઠીમાં લખ્યું: ‘હું સારો પિતા તો ન બની શક્યો, તું સમજદાર થઇશ તો મને સમજીશ’

બાજવામાં રહેતા સેલ્સ એક્ઝિક્યુટિવ શિરીષભાઈ દરજીએ તેની પત્ની અને તેના માતા પિતા દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. શિરીષ દરજીએ લખેલી સુસાઇડ નોટમાં તેમની પત્ની મોનીકા અને તેના માતા પિતા દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ સિવાય શિરીષ દરજીએ તેના વોટ્સએપને પણ ચેક કરવામાં આવે તેમ જણાવતા પોલીસે તેનો મોબાઇલ કબ્જે લીધો હતો. જોકે, મોબાઈલ ફોન લોક હોવાથી તેને એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસ શિરીષ દરજીના પરિવારજનોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. પરિવારજનોના નિવેદન લીધા બાદ જ આગળ કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે. બીજી તરફ 36 દિવસ પૂર્વે ઘર છોડનાર શિરીષે અગાઉ ચિઠ્ઠી લખી હતી, જેમાં પુત્ર માટે લખ્યું હતું કે, હું સારો પિતા ન બની શક્યો, તું સમજદાર થઇશ તો મને સમજીશ.

-શિરીષ દરજીએ અગાઉ ઘર છોડ્યા બાદની ચિઠ્ઠી..
હું શિરીષકુમાર હસમુખલાલ દરજી પોતાની હાર સ્વીકાર કરું છું ને આ ઘર છોડીને જાઉં છું. આવો નિર્ણય મેં બહુ જ વિચારી સમજીને લીધો છે. છેલ્લા નવ મહિનાથી મારી પત્ની મોનિકા દરજી તથા તેના મા-બાપ દ્વારા ખૂબ જ માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતાે. મેં જેની જાણ મારા પરિવારજનોને કરી પણ આખરે મારા પરિવારજનોના દ્વારા મારો સાથ છોડી મને નકારી દીધો. આવા આકરા સમયમાં મારો સાથ કોઈએ ના આપ્યો ત્યારે મેં પોતાની જાતને પતાવી નાખવાનો પ્રયાસ પણ કર્યો, હું તેમાં નિષ્ફળ ગયો અને ત્યારબાદ મારાથી વધારે પ્રયાસ કરવાની તાકાત ના હોવાથી મારી પત્ની તથા મારા તમામ પરિવારને છોડી મારી નવી જિંદગીની શરૂઆત કરવા માટે જાઉં છું.

જો હું મારી જિંદગીની શરૂઆત કરવામાં સફળ ન થાય તો કદાચ મારી લાશ કોઈ જગ્યાએથી મળી આવે તો મારી આત્મહત્યા ગુનેગાર મારી પત્ની તથા તેના મા-બાપ તથા તેના ભાઈ ભાભીને માનવા જેમના નામ નીચે પ્રમાણે છે. 1. મોનિકા દરજી 2. કઇલાસનાથ જઇસવર 3. ગીતાબેન જઇસવર 4. વિનય જઇસવર 5. પૂનમ જઇસવર

મારા ઉપર આપવામાં આવેલા નામ વાળા વ્યક્તિના માનસિક ત્રાસના કારણે મારે આવો કદમ ઉપાડવો પડ્યો છે. ભલે હું મારી જાતે આત્મહત્યા કરતો હોય પણ મને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર તમામ માણસ મારી મોતના કારણ, કેટલાક માણસ આ દુનિયામાં જીવવા માટે આવતા હોય છે પણ અમુક વ્યક્તિના માનસિક ત્રાસના કારણે પોતાની જાતને ગુમાવવાનું કરતો હોય છે.

પત્નીએ તરછોડ્યા પછી કોઇ રસ્તો રહ્યો નહીં

મારા ઘરવાળા ને જાણ થાય કે હું જીવવાનો પ્રયાસ કરી તમે મારી અત્યાર સુધી જે ચિંતા કરી એના માટે આભાર તમારો. આવો નિર્ણય મારા દ્વારા લીધા બાદ આની જાણ મેં મારી પત્નીને કરી હતી એમ સમજીને કે, છેલ્લા આવા કપરા સમયમાં મારો સાથ આપશે. પણ તેના દ્વારા તરછોડીયા બાદ હવે મારા માટે કોઈ રસ્તો ના રહેતા આ પગલું લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

રુહાંસ મારો છોકરો મને બહુ અફસોસ થાય છે કે હું સારો પિતા ન બની શક્યો પણ તું પણ મને માફ કરી દેજો. રુહાંસ કદાચ હું જીવતો રહીશ તો તને મળીશ અને આ જે કરી રહ્યો છું એમાં મને પણ ખબર છે તને બાપનો પ્યાર નહીં મળે પણ આશા રાખીશ જ્યારે તું સમજદાર થઈશ તો મારી મુસીબતને સમજીને મને માફ કરી દઈશ.

મોનિકા પણ જાણે છે કે, પતિનો ધર્મ પૂરો નિભાવ્યો છે

મોનિકાને પણ હું કંઈક કહેવા માંગીશ. મોનિકા પણ જાણે છે કે, પતિનો ધર્મ પૂરો નિભાવ્યો છે. તે પત્નીનો ધર્મ નીભાવ્યો છે કે નહીં તું જાતે વિચાર જે. તેજ મને કીધું તું તારી ઓકાત નથી મારા જોડે લગ્ન કરવાની ને મારી ઓકાત સાબિત કરી ને તારી સાથે તારી મરજીથી લગ્ન કર્યા હતા. વધારે તો હું શું કહું બસ છેલ્લા મને શોધવાની કોઈ પણ કોશિશ ના કરતા મને શાંતિથી જીવવા દો.તમે બધા તમારી લાઇફમાં ખુશ રહો ને હું પણ કદાચ મારી લાઇફમાં ખુશ રહીશ.

મોનિકા તથા તેના મા-બાપ તથા ભાઈ બહેનને ખુબ જ આનંદ થશે
ને હા હવે મારી વાઇફ મોનિકા તથા તેના મા-બાપ તથા ભાઈ બહેનને ખુબ જ આનંદ થશે કે આખરે તે લોકો આ જંગ જીતી ગયા. કદાચ તેમને બધાને હવે શાંતિ મળી જશે. આખરે મારા ઘરના અંદર આવેલી તમામ વસ્તુ પર મારી મમ્મીનો હક રહેશે જેનું નામ જ્યોતિકા બેન હસમુખલાલ દરજી છે મારી માતા આ સિવાય કોઈને પણ કંઈ જ આપવું નહીં.
-લી. શિરીષ એચ 2/1/21

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો