સરકારી ઓફિસરે લાંચ આપનારાઓથી કંટાળીને પોતાની ઓફિસમાં બોર્ડ માર્યું – ‘હું ઈમાનદાર છું’

તેલંગણાની સરકારી ઓફિસમાં પ્રવેશ કરતા જ સામે લખેલું દેખાશે, ‘આઈ એમ અનકરપ્ટેડ’ એટલે કે હું ઈમાનદાર છું. આ બોર્ડ એડિશનલ ડિવીઝનલ એન્જિનિયર પોદેતી અશોકે લગાવડાવ્યું છે. વાત જાણે એમ છે કે, વીજળી વિભાગમાં પોતાનું કામ કરાવવા માટે આવનારા લોકો અને કોન્ટ્રાક્ટરોની ઓફરોથી કંટાળીને કરીમનગરમાં ફરજ બજાવતા અશોકે આ અનોખી રીત અપનાવી છે.

તેમણે કોન્ટ્રાક્ટરો અને સામાન્ય લોકોને સમજાવ્યા કે તેઓ લાંચ નથી લેતા કે નથી આપતા. જ્યારે લોકો તેમને લાંચ આપવામાં અસફળ રહ્યા તો તેમને હેરાન કરવા માંડ્યા. કંટાળીને તેમણે 40 દિવસ પહેલા જ પોતાની ઓફિસમાં આ બોર્ડ લગાવડાવ્યું કે હું ઈમાનદાર છું. ત્યારબાદ તેમના સાથી ઓફિસરો પણ તેમને એવું કહીને હેરાન કરી રહ્યા છે કે, તેમને કારણે આખા વિભાગ પર આરોપો લાગી રહ્યા છે.

અશોકના આ પગલાંને કારણે વિભાગમાં કામ કરતા ભ્રષ્ટ અધિકારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે, હું નાનપણથી જ ભ્રષ્ટાચારનો વિરોધી રહ્યો છું. જો હું લાંચ લઈશ તો મારે કોઈકને લાંચ આપવી પણ પડશે. અહીં વીજળી વિભાગમાં ખૂબ જ ભ્રષ્ટાચાર છે. હું લોકોને કહેવા માંગું છું કે, ઓફિસર્સને લાંચ ન આપો. તેમને તેમના કામ માટે પગાર આપવામાં આવે જ છે. જો તમારું કામ ન થાય તો ઉચ્ચાધિકારીઓનો સંપર્ક કરો અથવા મીડિયામાં જાઓ, પરંતુ લાંચ ન આપો. અશોકે 2005માં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે નોકરી જોઈન કરી હતી. છેલ્લાં સાડા ત્રણ વર્ષોમાં તેઓ ADE બન્યાં. ત્યારબાદથી તેમની પાસે ફાઈલો અને અન્ય બિલો પાસ કરાવવા માટે લાંચની ઓફરો આવવા માંડી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો