રાજકોટમાં અંધશ્રદ્ધા ફેલાવનાર ‘પાખંડી’ ઝડપાયો, પીડિત ઉપર ત્રાટક વિદ્યા અજમાવી વ્યક્તિ પાસે રહેલ સોનુ કે કીમતી વસ્તુઓ સરળતાથી મેળવી લેતો

રાજકોટમાં ઢોંગ ચલાવતા વ્યક્તિના પાખંડને વિજ્ઞાન જાથા દ્વારા ખુલ્લો પાડવામાં આવ્યો છે. આપણે ત્યાં કહેવત છે કે લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે નથી મરતા. ત્યારે આ જ કહેવતને સાચી પડતો એક કિસ્સો રાજકોટ શહેરમાં (Rajkot) સામે આવ્યો છે. વિજ્ઞાન જાથાને (Science Jatha) માહિતી મળી હતી કે તંત્ર-મંત્ર ચમત્કાર (tantra-mantra-Miracles) તેમજ ગ્રહોના નંગ નિવારણની વિધિ-વિધાનના નામે સુરજીતસિંહ પંજાબી છેતરપિંડી કરી રહ્યો છે. વ્યક્તિ સાથે છેતરપિંડી કરીને પણ બદલી નાખતો હોવાની વિગત વિજ્ઞાનજાથાને મળી હતી ત્યારે રાજકોટમાં અનમોલ પાર્ક આજીડેમ ચોકડી મસ્જિદ પાસે આવેલા ઈમરાન ભાઈનું મકાન ભાડે રાખી મજબુર લોકોને છેતરતો હોવાની હકીકત વિજ્ઞાનજાથા ને મળી હતી.

તો સાથે જ ઢોંગી પ્રથમ વિઝીટનો ચાર્જ 1000 રૂપિયા વસૂલ તો પછી સામેવાળી વ્યક્તિની પરિસ્થિતિ જોઈ મોટી રકમ પણ આવતો હતો વિધિ વખતે પીડિતને સામે રાખી અન્ય પરિવાર કે મિત્રો ને દૂર રાખતો હતો. બહાર 2 સરદારજી ગતિવિધી ઉપર નજર રાખતા હતા. ઢોંગી પીડિત ઉપર ત્રાટક વિદ્યા અજમાવી બેહોશ હાલતમાં વ્યક્તિ પાસે રહેલ સોનુ કે કીમતી વસ્તુઓ સરળતાથી મેળવી લેતો હતો. વિધાન કરેલું પીડિતને બે-ત્રણ દિવસ માથાના દુખાવાનો અનુભવ પણ રહેતો હતો.

ત્યારે રાજકોટમાં એક ધંધાદારી વ્યક્તિ ભોગ બનતાં તેને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં મિત્રને સમગ્ર હકીકતની જાણ કરી હતી. પોલીસ કર્મીએ બનાવટી હકીકતના આધારે ઢોંગી ની મુલાકાત કરી 25 હજાર પૈકી 1700 રૂપિયા આપ્યા હતા જ્યારે બાકીની માટે ૧૦ દિવસનો સમય આપ્યો હતો. પોલીસ કર્મીને પોતાને આઈ.પી.એસ, આઈ.એ.એસ જેવા ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતા ઓળખે છે તેના લેટરપેડ બતાવી પ્રભાવ પાડતો હતો.

ઢોંગી અસામાન્ય વ્યક્તિ છે અધિકારીઓ રાજનેતાઓ પાસે ગ્રહોના નંગ ની વીંટી જોવડાવે છે તેવી પ્રતિષ્ઠા મેળવતો હતો. જેના કારણે સામાન્ય લોકો તેના પ્રભાવમાં આવી જતા હતા. રાજકોટના પોલીસ કર્મીએ વિજ્ઞાનજાથા સમક્ષ સમગ્ર હકીકતની જાણ કરી ઢોંગી 3 સરદારજી વધુ લોકોને છેતરે નહીં તે માટે તેમનો પર્દાફાસ કરવાની રજૂઆત કરી હતી. સરદારજી રસાયણો પદાર્થ રાખે છે તેવી આશંકા પણ દર્શાવી હતી ત્રણ સરદારજી હોય જેના કારણે સલામતી રાખવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું વિધિ વિધાન રંગે હાથે પકડવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. વેપારીને તકલીફ હોય તેની વિધિ માટે બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

ત્યારે જાથાના ચેરમેન જયંત પંડ્યાએ મનસુખ મૂર્તિકારને બનાવટી વેપારી બનાવી રાજકોટ બાપુનગર બેમાં કારખાનાની ઓફિસમાં તૈયાર રાખ્યો હતો. ત્યારે મનસુખ મૂર્તિકાર એ પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું છે કે સુરજીતસિંહ ૨૩૦૦૦ રૂપિયાનો ચાર્જ જણાવી તેની પાસેથી ૧૦,૦૦૦ રૂપિયા લીધા છે. તો સાથે જ તેની ઉપર ત્રાટક વિદ્યા ધોનીને કાળભૈરવ દેખાય છે કે નહીં તેઓ હિપ્નોટાઈઝનો પ્રયોગ પણ કર્યો હતો ત્યારે માથા પાસે તમામ આધાર પુરાવા આવી જતા તેને રંગેહાથ ખુલ્લો પાડવાનું નક્કી કર્યું હતું.

ત્યારબાદ સુરજીતસિંહ ને પોલીસવાનમાં પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેણે પોતે કરેલ છેતરપિંડીની કબૂલાત આપી હતી તો સાથે જ ભોગ બનનારના તમામ રૂપિયા પરત આપી માફી પણ માંગી હતી સરદારજીની બેગ માંથી ૫૦૦થી વધુ જુદા જુદા નંગ પત્રો તેમજ પંજાબના આશ્રમના ફંડફાળાની 17 પહોંચ વગેરે મળી આવ્યા હતા.

સરદારજીએ પોતાના કબૂલાતનામામાં જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષથી તે ગુજરાતમાં જિલ્લા અને તાલુકા મથકે મકાન ભાડે રાખી ગ્રહોના નંગ નો વેપાર સાથે સમસ્યાના નિવારણ ની વિધિ કરું છું ત્યારે આજ પછી કદી પણ હું ધાર્મિક છેતરપિંડી કરીશ નહીં તેમજ ગુજરાત છોડી દેવાની બાહેંધરી પણ આપું છું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો