મામલતદારના ઘરે ACBની રેડ, અધિકારીના ઘરેથી લાંચના એટલા રૂપિયા પકડાયા કે ઢગલો થઈ ગયો

હૈદરાબાદમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) એ એક વિભાગીય મહેસૂલ અધિકારીને એક કરોડ રૂપિયાની લાંચ લેતા પકડ્યો છે. બાલારાજુને લાંચ લેવાના આરોપમાં અટકાયત કરવામાં આવી છે.

મામલતદાર ઉપર કથિત રીતે 28 એકર જમીન સંબંધી કોઈ મામલામાં આ લાંચ લેવાનો આરોપ છે. એસીબીએ શુક્રવારે રાત્રે મામલતદાર બલારાજૂ નાગરાજૂના ઘરે છાપો માર્યો હતો અને લાંચની રકમ સાથે તેને રંગેહાથ પકડી લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મામલતદાર ઉપરાંત એસીબી અધિકારીએ એક ગ્રામ્ય મહેસૂલ અધિકારી બી સાઈરાજને પણ છાપેમારીમાં ધરપકડ કરી છે. જે મલકાનગીરી જિલ્લાના મંડળ મુખ્યાલયમાં ફરજ બજાવે છે. આને હૈદરાબાદમાંથી અલગ કરીને નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે.

એન્ટી કરપ્શન બ્યૂરો અધિકારીઓએ લાંચમાં મળેલી રકમની ગણતરી કરી તો દંગ રહી ગયા. એસીબીએ આ છાપો હૈદરાબાદના પ્રમુખ વાણિજ્યિક અને આવાસીય પરિષરમાં મામલતદારના ઘરે માર્યો હતો.

ACBના સુત્રોએ જણાવ્યું કે શુક્રવારે રાત્રે શરુ થયેલું ઓપરેશન શનિવાર સુધી ચાલ્યું હતું. આ વર્ષની શરુઆતમાં બે અલગ અલગ કેસમાં એસીબીએ બે મહિલા મામલતદારોને 92 લાખ રૂપિયા અને 30 લાખ રૂપિયાની લાંચ લેતા પકડ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો