‘રેપ પુરુષોનાં કારણે થાય છે તેને જ સાંજે 7 વાગ્યા પછી ઘરમાં રાખો’ આખા ભારતને હચમચાવે દે તેવો વીડિયો વાઈરલ….

હૈદરાબાદમાં મહિલા પશુ ડોક્ટર પર ગેંગ રેપ કરીને કરવામાં આવેલા હત્યાની સંસદના બંને ગૃહોમાં પણ નિંદા કરવામાં આવી હતી અને લોકો વિરોધ માટે વિવિધ રાજ્યોમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. સોમવારે પણ હૈદરાબાદ અને તેલંગાણાના જુદા જુદા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું. વિદ્યાર્થીઓ, વકીલો અને અન્ય લોકોએ રેલીઓ કાઢી હતી અને આ કેસમાં ધરપકડ કરાયેલા ચાર આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી હતી.

આ દરમિયાન એક મહિલાનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છ કે જેમાં તે પુરુષોને સાંજે સાત વાગ્યા પછી ઘરોમાં પુરાઈ રહેવાનું કહે છે. વાયરલ વીડિયોમાં મહિલા કહે છે કે, “મહિલાઓ સાંજે 7 વાગ્યા પછી ઘરે કેમ રહે છે, પુરુષો કેમ નથી રહેતા? બધા મર્દોએ સાંજે 7 વાગ્યા પછી ઘરમાં જ રહેવાનું. કારણ કે તે જ રેપનું કારણ છે. જો આવું થાય તો મહિલાઓ સુરક્ષિત રહેશે.

મહિલા આગળ વાત કરે છે કે, પોલીસ કર્મચારી કે મારો ભાઈ કે પછી અન્ય કોઈ શખ્સ મારું રક્ષણ ન કરે. કારણ કે સમસ્યાનું કારણ આપ છો. તમે સાંજે 7 વાગ્યા પછી ઘરે જ રહો.” ટ્વિટર પર આ વીડિયો 1 ડિસેમ્બરે નતાશા નામના યુઝરે શેર કર્યો છે. લાખો લોકો આ વીડિયોને વખાણી રહ્યા છે અને શેર કરી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ શેર થઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો