હૈદરાબાદ ગેંગરેપનાં નરાધમોને જેલમાં જલસા, ભોજનમાં પીરસાયું લિજ્જતદાર નૉન વેજ

હૈદરાબાદ ગેંગરેપનાં આરોપીઓને હૈદરાબાદ પાસે ચેરાપલ્લીની હાઈ સિક્યુરિટી જેલમાં રાખવામાં આવ્યા છે. ચારેય આરોપીઓને જેલમાં લંચમાં દાળ-રાઇસ અને ડિનરમાં મટન કરી આપવામાં આવી હતી. જેલ મેન્યૂઅલ અંતર્ગત તેમને જમવાનું પીરસવામાં આવ્યું. ઉલ્લેખીય છે કે હૈદરાબાદની મહિલા ડૉક્ટરની સાથે 4 લોકોએ રેપ કર્યો હતો અને પછી મર્ડર કરી દીધું હતુ. મર્ડર બાદ આરોપીએ તેના મૃતદેહને સળગાવી દીધો હતો.

સ્કૂટીમાં હવા ભરવાની મદદ માટે ઑફર કરી કર્યું અમાનવીય કૃત્ય

27 નવેમ્બરની રાત્રે આરોપીઓએ રેપની ઘટનાને અંજામ આપ્યો હતો. સવારે મહિલાની સળગેલી લાશ મળી આવી હતી. પોલીસે આ મામલે 4 નરાધમોની ધરપકડ કરી હતી. 27 વર્ષની ડૉક્ટર મહિલાની સ્કૂટી પંક્ચર થઈ ગઈ હતી. હૈદરાબાદની પાસે આવેલા શમશાબાદ સ્થિત ટૉલ પ્લાઝા પર કેટલાક લોકોએ સ્કૂટીમાં હવા ભરવાની મદદ માટે ઑફર કરી હતી. ત્યારબાદ તેમણે મહિલાને અલગ જગ્યાએ લઇ જઇને રેપ કર્યો હતો. ત્યારબાજ જાણવા મળ્યું કે આરોપીઓએ ષડયંત્ર રચીને મહિલાની સ્કૂટી પંક્ચર કરી દીધી હતી.

સ્થાનિકોએ આપી હતી સળગેલી લાશની જાણકારી

ત્યારબાદ આરોપીએ મૃતદેહને શાદનગર શહેરની બહાર લઇ જઇ સળગાવ્યો હતો. બીજા દિવસે સ્થાનિકોએ પીડિતાની સળગેલી લાશની જાણકારી પોલીસને આપી હતી. પોલીસે આરોપીઓની ઓળખ ટ્રક ચાલક મોહમ્મદ આરિફ, ટ્રક ચાલક ચિંતાકુંતા ચેન્નાકેશાવુલૂ, ક્લીનર જોલુ શિવા અને જોલુ નવીન તરીકે કરી છે. આરિફની ઉંમર 26 વર્ષની છે, જ્યારે બાકીનાં ત્રણેયની નરાધમોની ઉંમર 20 વર્ષની છે.

ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન, સંસદમાં પણ ઉઠી સજા આપવાની માંગ

હૈદરાબાદનાં આ ગેંગરેપનાં પડઘા આખા દેશમાં પડ્યા છે અને ચારેય તરફ લોકોમાં રોષ છે. લોકો ન્યાયની માગણી કરી રહ્યા છે અને સાથે સાથે આવા નરાધમો સામે કઠોરમાં કઠોર સજાની માગણી કરી રહ્યા છે. જે ન્યાય મોડો મળે એ ન્યાય નથી અને માટે લોકો એક જ મહિનામાં આવા કેસનું નિરાકરણ લાવીને આરોપીને ફાંસીએ ચઢાવી દેવાની માગ કરી રહ્યા છે. ખુદ રાજ્યસભા સાંસદ જયા બચ્ચને પણ સંસદમાં કહ્યું છે કે, “આરોપીઓને જાહેરમાં સજા આપવામાં આવે.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો