અમદાવાદમાં દબાણ દૂર કરવા ઝૂંપડાઓ તોડી પાડ્યા, કડકડતી ઠંડીમાં નાના બાળકો અને ગર્ભવતિ મહિલાઓની હાલત કફોડી થઈ

અમદાવાદ (Ahmedabad winter) સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં કડકડતી ઠંડી (Freezing cold) પડી રહી છે. હાડ થીજવતી ઠંડીમાં લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે. પરંતુ જે લોકોને માથે છત નથી એવા ઘર વિહોણા પરિવારનું આવી કડકડતી ઠંડીમાં શું થતું હશે. તાજેતરમાં થયેલા દબાણ દૂર કરવાના અભિયાનમાં ખાનપુરમાં ઝૂંપડાઓ (Huts in khanpur) હટાવી લેવામાં આવ્યા હતા. જોકે, આ ઝૂંડપડાઓમાં વસતા અનેક પરિવારો અત્યારે કડકડતી ઠંડીમાં છત વગર જ વિતાવવા મજબૂર બન્યા છે. દુઃખદ બાબત તો એ છે કે આ પરિવારોમાં કેટલીક ગર્ભવતિ મહિલાઓ (Pregnant women) પણ છે જેમની આ અસહ્ય ઠંડીમાં દયનિય સ્થિતિ છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતા અનેક પરિવારો ઘર વિહોણા બની ગયા છે. કારણ એ જ છે કે તેઓના ઝુંપડા દબાણમાં તોડી પાડવામાં આવ્યા છે. વર્ષોથી અહીં વસવાટ કરતા પરિવારોની હાલત અત્યંત દયનીય બની છે.

કારણકે છેલ્લા એક અઠવાડિયાથી તેઓના ઘરનો સામાન પણ એ રોડ પર વેર વિખેર જોવા મળી રહ્યું છે અને કડકડતી ઠંડીમાં તેઓ ઠરી રહ્યા છે. પરિવારમાં નાના બાળકો મહિલાઓ દીકરીઓ અને ગર્ભવતી મહિલાઓ પણ છે. ઝૂંપડાં તોડી પાડવાથી આજે તેઓ ઘરવિહોણા બન્યા છે.

કડકડતી ઠંડીમાં રોડ પર એક ચાદર બાંધીને દિવસો પસાર કરી રહ્યા છે. પરિવારજનોનો આક્ષેપ છે કે તેઓને માત્ર નોટીસ આપીને રહેવા માટે કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર જ તેઓના ઝુંપડા વાળ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. બસ ત્યારથી જ તેઓ એક રહેણાંક મકાન મળી જાય તે આશ થી જિંદગી વિતાવી રહ્યા છે.

આ પરિવાર માં ગર્ભવતી મહિલા ઓ પણ છે. જે પણ આજે ચિંતા માં છે કે જો તેમની પ્રસૂતિ થાય તો નવજાત બાળક ને લઇને જાય ક્યાં. તમામ લોકોની સરકારને વિનંતી છે કે તેઓ માટે આ કડકડતી ઠંડીમાં મકાન આપવામાં આવે. આ ઠંડીમાં તેઓ તાપના કરીને રક્ષણ મેળવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો