ઝૂંપડામાં રહીને દંપતીએ આફતને અવસરમાં ફેરવી નાખી: પતિ-પત્ની બનાવે છે વાંસની ડિઝાઇનર ઝૂંપડીઓ, બંગલા કે હોટલો માટે આ ઝૂંપડીઓ લાખોમાં વેચાય છે

ઝૂંપડામાં રહીને અભાવોવાળું જીવન ગાળતા રમેશ જોગીએ આફતને અવસરમાં ફેરવી નાખી છે. પતિ-પત્ની હવે વાંસની ડિઝાઇનર ઝૂંપડીઓ બનાવે છે, જેની બંગલા કે હોટલોમાં ભારે માગ છે. આવી ઝૂંપડીનો એવો ક્રેઝ છે કે આબુ રોડ પર એક ઝૂંપડી સાડાપાંચ લાખ રૂ.માં વેચાઈ ચૂકી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

25 વર્ષ પહેલાં આ કામ શીખ્યા હતા
ગ્રામપંચાયત સોનાનીના પીથાપુરા જવાના રસ્તે 20 વર્ષથી ઝૂંપડામાં રહેતા રમેશ કુમાર જોગીની ઓળખ વાંસફોડિયા તરીકેની છે, કેમ કે આ પરિવાર વર્ષોથી વાંસની ગૃહોપયોગની છાબડી જેવી વસ્તુઓ બનાવતો હતો. 50-100 રૂ. કમાવી આપતી આ વસ્તુઓની હવે ગામડાંમાં પણ ડિમાન્ડ નથી. આ સ્થિતિમાં 5 દીકરી અને 2 દીકરા સહિતના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ ગયું હતું. રમેશના જણાવ્યા મુજબ, તેઓ આ કામ 25 વર્ષ પૂર્વે જયપુર અને ઉદયપુરમાં સંબંધીઓને ત્યાં શીખ્યા હતા. મંડારમાં વાંસનો થોડો જથ્થો મળી જાય છે પણ વધારે ઓર્ડર હોય તો આસામથી મગાવાય છે.

10 દિવસમાં ઝૂંપડી તૈયાર, ગુજરાત સુધી ડિમાન્ડ
ઝૂંપડીઓની ડિઝાઇન એવી હોય છે કે વરસાદના છાંટા પણ અંદર નથી આવતા કે વાવાઝોડામાં પણ નુકસાન નથી થતું. માઉન્ટ આબુ તેમ જ ગુજરાતના પાલનપુર, મહેસાણા, સિદ્ધપુર સહિતનાં સ્થળોએ હોટલ, ઢાબા, ફાર્મ હાઉસ તેમ જ બંગલામાં મૂકવા માટે આવી ઝૂંપડીઓની ડિમાન્ડ રહે છે. એક ઝૂંપડી તૈયાર કરતાં ઓછામાં ઓછા 10 દિવસ લાગે છે. એના નિર્માણ અને રંગોની સજાવટમાં રમેશ કુમારને તેમના પત્ની ઉગમ દેવી પણ મદદ કરે છે.

અગાઉ ઢાબા માટે વેચાતી રમેશની ઝૂંપડીઓ હવે હોટલો સુધી પહોંચી
રમેશે બનાવેલી ઝૂંપડીઓ શરૂઆતમાં ગામ-કસ્બાના ઢાબા માટે વેચાતી હતી. ધીમે-ધીમે એની માગ મોટી હોટલો સુધી પહોંચી. રમેશે પણ ડિઝાઇનમાં ફેરફાર કર્યા અને હોટલ-બંગલામાં માગ વધતી ગઇ. મારવાડી, શાહી શૈલીની આ ઝૂંપડીઓ કોઇપણ પ્રકારની મશીનરીની મદદ વિના બને છે. હવે 45 હજારથી સાડાપાંચ લાખ રૂ. સુધીની ઝૂંપડીઓના ઓર્ડર મળવા લાગ્યા છે. પરિવાર મહિને 60 હજાર રૂ. કમાઇ લે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો