પત્નીથી ખોટું બોલીને બિઝનેસ ટ્રિપના બહાને બેંગલોરના બદલે બેંગકોક ગયા હતા, પોલીસે ઘરે આવીને કવોરેન્ટાઇનનું બોર્ડ લગાવતા ભાંડો ફૂટ્યો
દેશભરમાં કોરોના વાયરસના કારણે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ વિદેશથી પાછા આવેલા લોકોના ઘરની બહાર 14 દિવસની ક્વોરન્ટાઈન નોટિસ પણ લગાવાઈ રહી છે. આ વચ્ચે એક ટ્વિટર યુઝરે એક ટ્વીટ કર્યું છે, જે ખૂબ વાઈરલ થઈ રહ્યું છે. અભિજીત નામના વ્યક્તિએ બે તસવીર શેર કરી છે, જેમાં કેટલાક લોકો અને પોલીસ દેખાઈ રહી છે.
They told their wives that they were visiting Bangaluru for business and actually visited Bangkok . However, after returning home, Police visited their homes with their travel records and pasted on the gate & explaining to their wives why their husbands need to be quarantined. pic.twitter.com/NVKqishWte
— Abhijit Basak (@abhbasak) March 29, 2020
પોતાના ટ્વીટમાં શખસે લખ્યું, બે વ્યક્તિ પોતાની પત્નીઓને બેંલગુરુ જવાનું કહીને બેંગકોક ગયા હતા. બંને ઘરે પાછા આવતા પોલીસ તેમના ઘરે આવી અને ઘર પર ક્વોરન્ટાઈન નોટિસ લગાવી હતી. પોલીસે બંનેના ટ્રાવેલ રેકોર્ડને જોઈને તેમના ઘરે પહોંચી. આ બાદ પોલીસે બંને વ્યક્તિઓની પત્નીઓને પણ સમજાવી કે તેમને શા માટે ક્વોરન્ટાઈન કરાઈ રહ્યા છે.
આ બાદ બંને વ્યક્તિઓનું જૂઠ્ઠાણું તેમની પત્નીઓની સામે આવી ગયું. હવે સોશિયલ મીડિયા પર લોકો આ વાતની ચિંતા કરી રહ્યા છે કે હકીકત માલુમ પડ્યા બાદ બંનેની પત્નીઓએ તેમની સાથે શું કર્યું હશે. આ વિશે તેઓ હવે મજેદાર ટ્વીટ પણ શેર કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે વિદેશથી આવેલા લોકોને 14 દિવસના ક્વોરન્ટાઈનમાં રહેવા માટે કહેવાયું છે. આદેશનું પાલન કરે તથા અન્ય લોકો તેમના ઘરે ન જાય તે માટે ઘરની બહાર ક્વોરન્ટાઈનનું પોસ્ટર પણ લગાવવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

