પતિ જેઠાણી સાથે મનાવતો હતો રંગરેલિયા, આડાસંબંધની જાણ થઈ જતાં પત્નીએ કેસ કરતાં ધમકી આપી, તો ફરી કેસ કર્યો

પતિ પત્નીના સંબંધમાં જ્યારે ત્રીજુ વ્યક્તિ આવે છે ત્યારે આ સંબંધ એક બોજારુપ લાગવા માંડે છે. જેના પરિણામ ઘણીવાર ખૂબ જ ખરાબ આવે છે. આવું જ કંઈક ગાંધીનગરની યુવતી સાથે થયું જ્યારે લગ્નનાં છ મહિનામાં જ તેના પતિ અને જેઠાણી વચ્ચેનાં ગેરકાયદે સંબંધોની જાણ થઈ જતાં થયેલ ઘરકંકાસ ના કારણે પરિણીતાને દવા પીવાનો વારો આવ્યો જોકે સમયસર સારવાર મળી જતા પરિણીતા બચી ગઈ હતી. જે અન્વયે આશરે ત્રણ વર્ષથી ચાલી રહેલો કોર્ટ કેસ પરત ખેંચી લેવા પતિએ દારૂ પીને અવારનવાર ફોન પર ધમકી અને મેસેજ કરવાનું ચાલુ રાખતા અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગાંધીનગરનાં તારાપુર ખાતે રહેતી 27 વર્ષીય યુવતી હાલમાં કોસ્મેટિકનો કોર્સ સેકટર 15 આઈ ટી આઈ માં કરી રહી છે. જેનાં લગ્ન વર્ષ 2016 માં સમાજના રીત રિવાજ મુજબ અમદાવાદના વેજલપુરમાં રહેતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પટાવાળા તરીકે નોકરી કરતા યુવક સાથે થયા હતા. લગ્ન પછી કેટલાય અરમાનો સાથે યુવતી તેના પતિના ઘરે રહેવા ગઈ હતી.

શરૂઆતમાં પતિ અને જેઠાણી વચ્ચે થતી ઔપચારિક વાતોને તે સહજતાથી લેતી હતી પરંતુ પતિ – જેઠાણી વચ્ચે અવૈધ સંબંધો ચાલી રહ્યાની જાણ તેને છ મહિના પછી થઈ હતી. જેના કારણે તેણીએ સાસરીમાં વાત કરતા પતિ – સાસરિયા વાતને દબાવી દઈ ત્રાસ આપવા લાગ્યા હતા. પરંતુ ઘરસંસાર તૂટે નહીં તે માટે પરિણીતાએ મૂંગા મોઢે ત્રાસ સહન કરી રાખી પતિ સુધરી જાય તેની રાહ જોઈ હતી. પરંતુ પતિ અને સાસરિયા ત્રણ વર્ષ સુધી તેને શારીરિક માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખતા તેણે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે વર્ષ 2019 માં અમદાવાદ પોલીસ મથકમાં શારીરક માનસિક ત્રાસ સબબ ગુનો પણ નોંધાયો હતો. જે કેસ હાલમાં પણ અમદાવાદ કોર્ટમાં ચાલી રહ્યો છે.

પરંતુ છેલ્લા ઘણા લાંબા સમયથી તેનો પતિ અવારનવાર ફોન પર મેસેજ કરી આપી કેસ પરત ખેંચી લેવા માટે ધાક ધમકીઓ આપી રહ્યો હતો. આટલે સુધી તો ઠીક હતું પણ પતિએ તેણીની બહેનને પણ મેસેજ કરી ધાક ધમકી આપવામાં કાંઈ બાકી રાખ્યું ન હતું. ઘણીવાર તો દારૂ પી ને પણ પતિ જેમતેમ ભાષામાં ધાક ધમકીઓ આપતો હોવાથી આખરે કંટાળીને પરિણીતાએ ફરિયાદ આપતાં અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો