સુરતમાં પ્રેમ લગ્ન કરનાર પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને એક વર્ષીય બાળકીને બીજા માળેથી નીચે ફેંકી દીધી

સુરતમાં મગજ હચમચાવી નાંખે તેવી પિતાની ક્રૃરતા સામે આવી છે. પતિ પત્ની વચ્ચે કામકાજને કારણે ઝઘડો થયો હતો. જે બાદ પત્ની તેમની એક વર્ષની બાળકીને ઘરે સૂવડાવીને પિયર જતી રહી હતી. જેથી આવેશમાં આવેલા પતિએ પોતાની એક વર્ષની બાળકીને મકાનના બીજા માળેથી ફેંકી દીધી હતી. બાળકીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામમાં આવી હતી. જોકે, પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ દંપતીનાં પ્રેમ લગ્ન થયા હતા

મળતી માહિતી પ્રમાણે, સાલબતપુરા વિસ્તારમાં આવેલા મન દરવાજાની વસાહત ખાતે રહેતી સુષ્માને ઘર નજીક રહેતા ભાવિન નામના યુવક સાથે આંખ મળી ગઈ હતી. પોતે સગીર હતી ત્યારે આ યુવક સાથે ભાગી જેઇને શિરડી ખાતે લગ્ન કાર્યા હતા. જોકે પહેલા તો લગન જીવન ખૂબ સારૂ ચાલતું હતું. થોડા સમય બાદ સુષ્માને ભાવિને બહુ ત્રાસ આપ્યો હતો.તે ઘણી વખત સુષ્મા પર ખોટી શંકા કરતો હતો. આ દંપતીને પિત્રી ઉપરાંત એક દીકરો પણ છે. લોકડાઉન બાદ ભાવિન બેકાર બન્યો હતો અને દરોજ સુષ્માને માર મારી ત્રાસ આપતો હતો

ઊંઘમાં જ બીજા માળેથી નીચે ફેંકી દીધી

માન દરવાજા બેઠી કોલોની પાસે વસાહતમાં ભાવિન સોનવણે પત્ની કામિની(નામ બદલ્યું છે), દીકરો અને એક વર્ષની દીકરી સાથે રહે છે. ગત રોજ બપોરે કામિની અને ભાવિન વચ્ચે ઝઘડો થયો હતો અને ભાવિને કામિનીને માર માર્યો હતો, જેથી તે તેની માતાના ઘરે જવા નીકળી હતી. ત્યારે દીકરી ઘરમાં સૂતેલી હતી. કામિની માતાના ઘરે જવા નીકળી ત્યારે નિર્દયી પિતા ભાવિને દીકરીને ઊંઘમાં જ બીજા માળેથી નીચે ફેંકી દીધી હતી. બાળકીને સારવાર માટે રિંગ રોડની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. કામિનીએ ભાવિન વિરુદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે. જોકે ભાવિન ફરાર થઈ ગયો છે.

દીકરી પોતાની ન હોવાનું કહી નીચે ફેંકી દીધી

કામિનીના ભાઈએ જણાવ્યું હતું કે મારા જીજાજી મારી બહેનના એક-દોઢ કલાક સુધી માર માર્યા કરતા હતા. જેથી ગત રોજ મારો ભાણિયો મને કહેવા આવતો હતો. દરમિયાન જીજાજીએ બાળકીને બીજા માળેથી નીચે ફેંકી દીધી હતી. મારી બહેનનું કોઈની સાથે અફેર હોવાની શંકા રાખી આ દીકરી મારી ન હોવાનું કહી તેને નીચે ફેંકી દીધી હતી.

હોસ્પિટલના બિછાને જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાતી બાળકી

બાળકીની સારવાર કરનારા ડોક્ટરોએ કહ્યું હતું કે બાળકીને માથામાં ડાબી બાજુ ગંભીર ઇજા થઈ છે, તેથી જમણી બાજુનું અડધું અંગ ઓછું કામ કરે છે. આ સાથે માથામાં હેમરેજ પણ થયું છે. શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ છે.

કામિની અને ભાવિને પ્રેમ લગ્ન કર્યા હતા

કામિની સગીર વયની હતી ત્યારથી ભાવિનને પ્રેમ કરતી હતી. બંને જણા સુરતથી ભાગી ગયા હતા. ખટોદરા પોલીસ સ્ટેશનમાં એ સમયે કામિનીના કાકાએ ફરિયાદ પણ નોંધાવી હતી. કામિની અને ભાવિને શિરડીમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ કામિનીને ભાવિને બહુ ત્રાસ આપ્યો હતો. તે ઘણી વખત કામિની પર ખોટી શંકા કરતો હતો, પરંતુ કામિનીએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી તે આ બાબતે કોઈને ફરિયાદ કરતી ન હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો