રાજકોટ: દુલ્હનના હાથમાં મહેંદીનો રંગ ઝાંખો પણ નહોતો થયો, લગ્નને હજુ તો ગણતરીના કલાકો જ થયા હતા ત્યાં જ પતિએ કાયમ માટે આંખો મીચી લીધી

એક તરફ નવવધૂ ના હાથની મહેંદીનો કલર પણ ઝાંખો નહોતો પડ્યો. બીજી તરફ નવવધૂ સુધી સમાચાર પહોંચ્યા કે તેનો ભવો ભવનો ભવથાર તેનો જિંદગીના અંતિમ શ્વાસ સુધી સંબંધ નિભાવવાના કોલ આપનાર પતિએ પોતાની આંખો કાયમ ને માટે મીચી લીધી છે.

રાજકોટની દીકરીના લગ્ન બુધવારના રોજ જોડિયાના જસાપરના સાવન કાલિદાસ ભાઈ ટીલાવત નામના યુવક સાથે થયા હતાં. વાજતે ગાજતે સુર શરણાઈ અને ઢોલ સાથે સાવનની જાન રાજકોટની હિના ને ( નામ બદલાવેલ છે ) પરણવા માટે આવી હતી. બુધવારે લગ્ન પુરા થતા બહારગામથી આવેલા કેટલાક મહેમાનો સાવનના ઘરે રોકાયા હતા. તો બીજી તરફ ગુરુવારે સાંજે લગ્નને હજુ તો ગણતરી જ કલાકો જ થયા હતા ત્યાં બેભાન હાલતમાં સાવન ઢડી પડ્યો હતો.

સાવનને તાત્કાલિક અસરથી રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ સાવનના મૃત્યુની જાણ થતા જોડીયા પોલીસ પણ રાજકોટ ખાતે દોડી આવી હતી. યુવકના મૃત્યુનું કારણ જાણવા માટે પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડયો હતો. ત્યારે સાવનનું પોલીસ દ્વારા ફોરેન્સિક પીએમ પણ કરાવવામાં આવ્યું છે. ત્યારે ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સાવનના મૃત્યુનું સાચુ કારણ જાણવા મળશે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક સાવન ખાનગી સ્કૂલમાં નોકરી કરતો હતો. તે એકની એક બહેનનો એકનો એક ભાઇ હતો. ત્યારે ૨૮ વર્ષીય એકના એક દીકરાનું મૃત્યુ થતાં ટીલાવત પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બીજી તરફ હિના ના પરિવાર તેમજ હીના પર આભ ફાટી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આમ, જો બંને ઘરોમાં મિલનની શરણાઈઓ વાગતી હતી ત્યાં માતમનો માહોલ છવાઈ ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો