મોટું મન રાખીને બધું ભૂલી વેવાણને પતિ ફરી સ્વીકારવા તૈયાર, કહ્યું- એક-બીજાને સમજવું જ દામ્પત્યજીવનની સાચી વ્યાખ્યા

નવસારીનાં વેવાણ અને સુરતના વેવાઇના ભાગી જવાના પ્રકરણમાં હવે વેવાણને બધું ભૂલીને પુન: સ્વીકારી લેવા તૈયાર હોવાનું પતિએ વાતચીતમાં જણાવતાં હવે એક નવો વળાંક આવ્યો છે.  આ માટે ત્રણેક દિવસમાં સમાજની મધ્યસ્થીથી એક સમાધાન બેઠક યોજાશે.

સમગ્ર ઘટનાથી હું ખૂબ જ દુ:ખી થયો છું
વેવાણના પતિએ વધુમાં જણાવ્યું હતુ કે, સમગ્ર ઘટનાથી હું ખૂબ જ દુ:ખી થયો છું. મારા પર શું વીતી છે તેની કોઇ કલ્પના પણ કરી શકે તેમ નથી. પરંતુ દામ્પત્યજીવનની સાચી વ્યાખ્યા ગમે તેવી પરિસ્થિતિમાં એક બીજાની સાથે ઊભા રહેવાનું છે. આ મુશ્કેલ સ્થિતિમાં હું જરા પણ નકારાત્મક વિચારવાને બદલે મારી પત્નીને સ્વીકારવા તૈયાર છું.

મારી દીકરીને ત્રણ દિવસ બાદ સમાધાન કરી જમાઇ તેડી જવાના છે

ઇશ્વરકૃપા હશે તો ત્રણ દિવસ બાદ મળનારી સમાધાન બેઠક સફળ રહેશે અને અમે નવા જીવનની શરૂઆત કરીશું. વેવાણના વયોવૃદ્ધ પિતાએ પણ જણાવ્યું હતુ કે, મારી દીકરીને ત્રણ દિવસ બાદ સમાધાન કરી જમાઇ તેડી જવાના છે. સમાજની મધ્યસ્થીથી થનારી આ સમાધાન બેઠક સફળ થાય અને દીકરીનાં સંતાનોને ફરી માતા-પિતાની હૂંફ મળે તેવી પ્રાર્થના કરી રહ્યો છું.

વેવાઇ-વેવાણ પોલીસ મથકમાં હાજર થઇ ગયા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે વેવાણ તેમના વેવાઈ સાથે ભાગી જતાં તેમના પતિએ નવસારીના વીજલપોર પોલીસ મથકમાં ગત 10 જાન્યુઆરીએ જાણવાજોગ નોંધ દાખલ કરાવી હતી કે, પોતાની પત્ની દીકરીને  શાકભાજી લઇને હમણા આવું છું તેવું કહીને નિકળ્યા બાદ ઘરે પરત ફર્યા ન હતા. ત્યારબાદ સમગ્ર પ્રકરણ ચર્ચાના એરણે ચડ્યું હતુ . જો કે, ક્ષણિક આવેગમાં ભરાયેલું આ પગલુ પોતાના સાંસારીક જીવન અને બાળકોનું ભવિષ્ય રોળી દેશે તેવું લાગતાં વેવાણ ગત 26 જાન્યુઆરીએ વીજલપોર પોલીસ મથકમાં હાજર થઇ ગયા હતા. તો બીજી તરફ વેવાઇ આજ દિવસે સુરતના કડોદરા જીઆઇડીસી પોલીસ મથકમાં હાજર થઇ ગયા હતા.

અત્રે નોંધપાત્ર છે કે સોશિયલ મીડિયામાં પણ આ કિસ્સાની અનેક પ્રકારની ચર્ચા થઈ હતી. એટલું જ નહીં તેમનો એક ઓડિયો પણ વાઈરલ થયો હતો. થોડા દિવસ પછી આ બંને મધ્ય પ્રદેશથી પરત આવીને પરત આવીને પોલીસ સમક્ષ હાજર થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો