અમદાવાદમાં પતિએ તરછોડેલી મહિલાએ સંભાળી ઘરની જવાબદારી, રસ્તા પરથી બે બાળકી દત્તક લીધી, એકનાં લગ્ન કરાવીને માનવતાની મહેક ફેલાવી

દુનિયાભરમાં ભલે મધર્સ ડેની ઉજવણી થતી હોય, પરંતુ ખરેખર સાચો મધર્સ ડે તો પોતાની ન હોય તેવી બાળકીને સંતાનની જેમ ઉછેરીને મોટી કરવી એને જ સાચો મધર્સ ડે કહેવામાં આવો જોઈએ. આવી ઘટના પોતે પણ આર્થિક રીતે સધ્ધર ના હોય તેમ હોવા છતાં એક નહીં પરંતુ બે બાળકીને પોતાના ઘરમાં આશરો આપીને એક દીકરીને તો મોટી કરીને લગ્ન પણ પોતાની દીકરીની જેમ જ કરાવડાવ્યા છે. તેવા 50 વર્ષીય માલા રાજપૂત નામની મહિલાએ માનવતાની મહેક ફેલાવી છે.

માલા રાજપૂત નામની 50 વર્ષની મહિલા દોઢેક દાયકા પહેલા અમદાવાદમાં ખટારો ચલાવતા પતિ સાથે એક દીકરો અને એક દીકરી સાથે સીટીએમ નજીકના જશોદાનગર ટેકરા પર ભાડાના પતરાવાળી નાની એવી ઓરડીમાં રહીને પરિવારનું ગુજરાન ચલાવવા પતિ સાથે રહેવા આવી હતી. થોડાક સમય બાદ તેના પતિને નશો કરીને ખટારો ચલાવવાની આદતી હતી તેને લઈને 24 કલાક દારૂનું સેવન કરીને ઘરમાં પૂરૂ કરવાની પણ પરવા ના કરતો પતિ પત્ની અને તેના બાળકોને મૂકીને જતો રહ્યો હતો.

કેટલાય દિવસોની રાહ જોયા બાદ અને ઘરનું કરિયાણું પૂરુ થતાં બાળકોના પેટનો ખાડો પૂરો કરવા માલાબેને આસપાસના લોકોના ઘરના કચરા પોતા અને ઘરકામ ચાલુ કરીને આજીવિકાનું સાધન ઉભું કરી દિવસો પસાર કરવા લાગી હતી. ભગવાનને રોજ પ્રાથના કરતી માલાને એમ એક દિવસ પોતાનો પતિ નશો ત્યાગીને ઘરે પરત આવશે અને સુખેથી દિવસો પસાર થશે.

જો કે કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું અને તે પણ પોતાના બાળકોનું માંડ માંડ પૂરુ કરતાં માલાબેનને એક દિવસ ઘર પાસેના રસ્તા પરના ઓટલા પર એક સાતેક વર્ષની બાળકી રડતી જોવા મળી. તેના માતાપિતાની શોધખોળ કરી પણ કોઈ પત્તો લાગ્યો નહીં. દીકરાઓની સાથે ઘરમાં મૂકીને જમાડીને લોકોના ઘરકામો માટે સમય થતાં ચાલી નીકળી હતી. અને સાંજે ઘરે પરત આવતાં ફરી તે દીકરીના માતાપિતાની શોધખોળ કરતી હતી અને તે ના મળી આવતાં તેના બાળકો સાથે જ તેને રાખીને તેની સારસંભાળ લેવા લાગી હતી.

બાળકીને નજીકની મ્યુનિસિપલ શાળામાં પ્રવેશ અપાવી પોતાના બાળકો સાથે જ અભ્યાસ કરાવવા લાગી હતી. બીજી તરફ માલાબેનને આશા હતી કે એક દિવસ પતિ આવશે અને પોતાને અને બાળકોને અપનાવી લેશે. પરંતુ કેટલાય વર્ષો વીતિ ગયા. પરંતુ તેનો પતિ પરત ના આવ્યો પણ કુદરતે ફરી તેની પરીક્ષા લેવાની હોય તેમ અન્ય એક બીજી ગુજરાતી બાળા કે જે તેની વસાહત પાસેથી નિરાધાર મળી આવતાં તેનું પાલનપોષણ કરવા લાગી. આટલા સંઘર્ષો સાથે પણ તેણે બંને દીકરીની સંભાળ લીધી અને આજે તેણે એક દીકરીના તો પોતાની દીકરીની જેમ લગ્ન કરાવી લીધા. બેટી બચાવો યુક્તિને માલાબેને ખરેખર સાર્થક કરી બતાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો