પત્નીનો ફોન ચેક કરતાં તેનું બીજા કોઈ સાથે લફરું હોવાની ખબર પડતાં લફરાંબાજ પત્નીને પતિ જંગલમાં લઈ ગયો, એવી રીતે મર્ડર કર્યું કે પોલીસ પણ સમસમી ગઈ

પત્નીનો ફોન ચેક કરતાં તેનું બીજા કોઈ પુરુષ સાથે લફરું હોવાની ખબર પડતાં એક વ્યક્તિએ કલ્પી ના શકાય તે રીતે પત્નીનું મર્ડર કરી દીધું છે. ગોધરા તાલુકાના એરંડી ગામમાં રહેતા શૈલેષ માલીવાડના લગ્ન મોરવા હડફની સંગીતા બામણીયા સાથે થયા હતા. નવા-નવા પરણેલા આ કપલને કોઈ સંતાન નહોતું. જોકે, સંગીતાના વર્તન પર શંકા જતાં શૈલેષે તેનો ફોન ચેક કરવાનું શરુ કર્યું હતું. જેમાં એક વ્યક્તિ સાથેની સંગીતાની ચેટ જોયા બાદ શૈલેષનો શક સાચો નીકળ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સંગીતાનું બહાર લફરું ચાલે છે તેની જાણ શૈલેષને થઈ જતાં બંને વચ્ચે બબાલ પણ થઈ હતી. જોકે, તે વખતે તો શૈલેષ સમસમીને બેસી ગયો હતો, પરંતુ તેણે સંગીતાનો કિસ્સો જ ખતમ કરી દેવાનું મનોમન નક્કી કરી લીધું હતું. આ ઘટના બાદ શૈલેષ ગમે તેમ કરીને સંગીતાને ખતમ કરવાનો મોકો શોધી રહ્યો હતો. જે આખરે તેને સાતમી મેના રોજ મળી ગયો હતો.

શૈલેષ બીજી મેના રોજ સંગીતાને તેના પિયર લઈને ગયો હતો. જ્યાં થોડા દિવસ રોકાયા બાદ તે સાતમી મેના રોજ સંગીતાને લઈને એરંડી પરત ફરી રહ્યો હતો. સંગીતા અને શૈલેષ કડાદરાથી નીકળ્યા તો હતા, પરંતુ તેઓ એરંડી પહોંચ્યા નહોતા. જેની જાણ બંનેના પરિવારજનોને થતાં તેમણે શૈલેષ અને સંગીતાની શોધખોળ શરુ કરી હતી. જોકે, તેમ છતાંય તેમનો કોઈ પત્તો ના મળતા આખરે મોરવા હડફ પોલીસ સ્ટેશને તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસે શૈલેષના મોબાઈલને સર્વેલન્સમાં મૂકતા તેનું લોકેશન મળી આવ્યું હતું. જેના આધારે તેને અમદાવાદથી ઈડર જતી બસમાંથી પકડી લેવામાં આવ્યો હતો. શૈલેષ હાથમાં આવી ગયો તે પછી પોલીસે તેની કડકાઈથી પૂછપરછ શરુ કરી હતી. શરુઆતમાં પોલીસને ગોળગોળ ફેરવનારો શૈલેષ આખરે ભાંગી પડ્યો હતો, અને તેણે સંગીતાની હત્યા કરી લીધી હોવાનું કબૂલ્યું હતું.

શૈલેષે પોલીસને જણાવ્યું હતું કે, સંગીતાનું બહાર લફરું ચાલતું હતું, જેની જાણ થઈ જતાં તેણે તેનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. પ્લાનના ભાગરુપે શૈલેષ સંગીતાને લઈને કડાદરાથી એરંડી આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં મેહુલીયા ગામના જંગલમાં સંગીતાને લઈ જઈને તેણે તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તીક્ષ્ણ પદાર્થથી સંગીતાનું માથું ધડથી જૂદું કરીને તેને એક ગુફામાં નાખી આવ્યો હતો.

સંગીતાની કોઈ ઓળખ ના મળે તે માટે શૈલેષે તેની લાશના ટૂકડે-ટૂકડા કરીને તેને અલગ-અલગ જગ્યાએ નાખી દીધા હતા. શૈલેષની કબૂલાત સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. આખરે તેને મેહુલીયા ગામના જંગલોમાં લઈ જવાયો હતો, જ્યાંથી સંગીતાના શરીરના અલગ-અલગ ટૂકડાં એકત્ર કરીને તેને પીએમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. આ મામલે સંગીતાના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે શૈલેષની હત્યાના ગુનામાં ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો