દીકરી સમાન પુત્રવધુ પાસે સસરાએ કરી અશ્લીલ માંગ, પતિએ તો હદ જ વટાવી, અંતે પરિણીતાએ સ્યૂસાઇડ નોટ લખી આપઘાતનો પ્રયાસ કર્યો

અમદાવાદમાં અનેક વખત સાસરિયા દ્વારા પરિણિતાને હેરાન -પરેશાન કરવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમા અમદાવાદની પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. પરણિતાએ સાસરિયાથી કંટાળીને ફિનાઇલ પી જીવન ટૂંકાવવાનું નિર્ણય કર્યો હતો. તેમજ સસરા અને દિયર પર બિભત્સ માગ કરવાનો પણ આરોપ લગાવ્યો છે તો પતિ પર ગોરખ ધંધા કરવાના આક્ષેપ કર્યા છે. આ મામેલ સોલા પોલીસે તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર અમદાવાદના સોલા વિસ્તારમાં પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. પરિણીતાએ ફિનાઇલ પીને તેના પતિ વિરુદ્ધ સ્પાના નામે અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. સાથે તેના સસરા અને દિયર પર બિભત્સ માગ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. મહિલાએ DGPને ઉલ્લેખીને સ્યૂસાઇડ નોટ લખી આપઘાત કર્યો છે. પતિ અને સાસરિયા કોલસેન્ટર અને સ્પાના નામે ગોરખધંધા કરતા હોવાનું પણ જણાવ્યું છે.

પરિણીતાએ સ્યુસાઇડ નોટમાં રાજ્ય પોલીસ વડા પાસે ન્યાયની માંગ કરી છે. હાલ પરિણીતાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ મામલે સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો