અમદાવાદનો પતિ-પત્ની ઓર વોનો કિસ્સોઃ બીજી ચાવીથી ઘર ખોલીને જોયું તો પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ

અત્યારના કોરોના વાયરસના (coronavirus) કપરા સમયમાં ગુનાખોરી અને અનેક વિચિત્ર કિસ્સાઓ સહિત ઘરેલું કિસ્સાઓ પણ પોલીસ ચોપડે નોંધાતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદના (Ahmedabad) સોલા પોલીસ સ્ટેશનમાં (Sola Police station) નોંધાયો છે.

શહેરના સાયન્સ સિટી (Science City) વિસ્તારમાં પતિ, પત્ની અને વોનો (Pati, Patni aur woh) કિસ્સો સામે આવ્યો છે. પત્નીને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ થઈ જતાં પતિ અને બાળકોને ઘરમાંથી લાખ્ખોના દાગીના લઇને ભાગી જતાં પોલીસ ફરિયાદ (police complaint) દાખલ કરવામાં આવી છે.

સોલા વિસ્તારમાં રહેતા એક યુવાને પોલીસ ફરિયાદ આપેલી છે કે ત્રણેક મહિના પહેલા તેની પત્નીનો ફોન અવાર નવાર વ્યસ્ત આવતા આ બાબતે તેમણે તેમના પત્ની સાથે વાત કરી હતી. જો કે, તેમના પત્ની એ યોગ્ય જવાબ નહી આપીને તેમની સાથે ઝઘડો કર્યો હતો અને આ મકાન તેનું છે તેમ કહીને તેના પતિને બાળકો સાથે અહીંથી જતા રહેવા માટે કહ્યું હતું.

જેથી ફરિયાદી બાળકો સાથે તેમના માતા પિતાના ઘરે રહેવા માટે ગયા હતા. જ્યારે ફરિયાદીના પત્ની પણ મકાન બંધ કરીને તેના માતા પિતાના ઘરે રહેવા માટે ગયા હતા. 24મી ઓગસ્ટના દિવસે ફરિયાદીને સામાજિક પ્રસંગમાં પહેરવા માટે દાગીનાની જરૂર હોવાથી તેઓ બીજી ચાવીથી તેમનું મકાન ખોલીને દાગીના લેવા માટે ગયા હતા.

જ્યાંથી રૂપિયા 8 લાખની કિંમતમાં સોનાના દાગીના, રૂપિયા 2 લાખ રોકડ અને ફરિયાદી તથા તેમના બાળકોના પાસપોર્ટ, લિવિંગ સર્ટિફિકેટ અને લોકરની ચાવી પણ ગાયબ હતી.

જેથી ફરિયાદી એ બેંકના લોકર બાબતે ચકાસણી કરતા જાણવા મળ્યું હતું કે 29મી જૂનના દિવસે તેની પત્નીએ આ લોકર ઓપરેટ કર્યું હતું. જેથી તેમાં રહેલા દાગીના પણ તેમની પત્નીએ લીધા હોવાની આશંક ફરિયાદીને છે.

તેની પત્નીએ પ્રેમીમાં કહેવાથી આ પ્રકારની કૃત્ય કર્યું હોવાનો આશંકાથી ફરિયાદીએ પત્ની અને પ્રેમી બંનેની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ આપી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો