સુરતમાં પત્નીના આડા સંબંધોના કારણે પતીનો આપઘાત: ‘મારી પાસે મરવા સિવાયનો કોઈ રસ્તો નથી, મારી મોતના જવાબદાર પત્ની અને તેનો પ્રેમી છે’

રાંદેર બાપુનગર ખાતે રહેતા રીક્ષા ચાલકે ફાંસો ખાઈ આપધાત કરવાના કેસમાં પોલીસે તેની પત્ની અને તેના પ્રેમી સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સુરત ના રાંદેર બોરડી વિસ્તાર બાપુનગર ખાતે રહેતા અને રીક્ષા ચલાવતા મોહમંદ દાઉદ વસ્તાઍ શનિવારે ઘરે પંખા સાથે નાયલોનની દોરી બાંધી ફાંસોખાઈ આપઘાત કર્યો હતો. બનાવ અંગે મૃતïક મોહમંદ દાઉદના ભાઈ ઈસ્માઈલ ઉર્ફે ઈમરાન (રહે, સેગવા ગામ ભરુચ)ની ફરિયાદ આધારે મૃતક મોહમંદ દાઉદની પત્ની અનિશા અને તેના પ્રેમી ઈમરાન પટેલ (રહે,હિંગલોત ભરુચ) સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મોહમંદ દાઉદે અનિશા સાથે લવમેરેજ કર્યા હતા. મોહમંદ ફાંસોખાઈને આપઘાત કર્યો હોવા છતાંયે અનિશાઍ તેના દિયર ઈસ્માઈલ ઉર્ફે ઈમરાનને સવારે ફોન કરી મોહમંદનું હા્ર્ટ બેસી ગયું હોવાનુ કહ્યુ હતુ.

જાકે મોહમંદની લાશ જોતા તેના ગળાના ભાગ કાળો પડી ગયો હોવાથી શંકા જતા પરત મોહમંદની લાશને ઍમ્બ્યુલન્સમાં લઈને સુરત બાપુનગરના ઘરે આવ્યા હતા અને ઈસ્માઈલે રાંદેર પોલીસને જાણ કરી હકીકત જણાવતા્ પોલીસે અનિશાની પુછપરછ કરતા મોહમંદ ફાંસોખાઈ આપઘાત કયો હોવાની કબુલાત કરી હતી.

પોલીસને ઘરેથી મોહમદે લખેલી સુસાઈટ નોટ પણ મળી આવી હતી જેમાં મોહમંદે લખ્યું હતું કેં હું મોહમદ વસ્તા મારી વાઈફનું ઈમરાન રહે, હિંગરોત ભરુચ સાથે ચાલુ છે. તે મને અને મારા છોકરાઓને ટોર્ચર કરે છે મારા મોત માટે આ બે લોકો જવાબદાર છે. મારા ગામમાં મારી મિલ્કત છે તે મારા છોકરાઓને મળે મારી વાઈફનો કોઈ હક નહી રહે મને રોજ રોજ કહે છે કે તુ મરી જા તો હું અને ઈમરાન સાથે રહીશ. મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી મારા મોતના જબાબદાર આ બે છે તેમને પોલીસ તેમને સજા અપાવવી આ લોક મને મરવા માટે મજબુર કરી દીધો છે. પોલીસે ઈસ્માઈલની ફરિયાદને આધારે અનિશા અને તેના પ્રેમી ઈમરાન સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો