દોસ્ત દોસ્ત ના રહા… રાજકોટમાં પતિએ ગુપ્ત રીતે ઘરમાં CCTV કેમેરા ગોઠવ્યા અને પત્ની સાથે પોતાના જ મિત્રોનું અફેર પકડાયું, પતિને લાગ્યો મોટો આઘાત

રાજકોટઃ લગ્નેત્તર સંબંધોના કારણે જ્યારે એક પાર્ટનર દગો આપે છે ત્યારે બીજા પાર્ટનરને ખૂબ જ ઊંડો આઘાત લાગતો હોય છે. જોકે જ્યારે ખબર પડે કે જેમને પોતના મિત્ર માનતા હતા તેમની સાથે જ પોતાના સાથીનું અફેર ચાલી રહ્યું છે ત્યારે આ આઘાત વધુ પીડાદાયક બની જાય છે. રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ પર રહેતા અને પેટલ ઇન્ફોટેકના નામથી સીસીટીવી, કોમ્પ્યુટર રિપેરિંગનું કામ કરતા સંદીપ ભાખર સાથે આવી જ ઘટના બની છે જેમાં તેના જ બંને મિત્રો હિરેન વિનુ વઘાસિયા અને અરવિંદ લાલજી વઘાસિયા સાથે તેની પત્નીનું અફેર હોવાનું રંગેહાથ ઝડપ્યા બાદ તેમણે રાજકોટ બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

દોસ્ત દોસ્ત ન રહા જેવા આ કિસ્સામાં ફરિયાદી યુવકે જણાવ્ય મુજબ રાજકોટના પેડક રોડ પર રહેતી પૂનમ નામની યુવતી સાથે પ્રેમસંબંધ હોય બંનેએ 2019માં પ્રેમલગ્ન કર્યા છે. લગ્ન બાદ પત્ની પૂનમ આખો દિવસ મોબાઇલનો ઉપયોગ કરતી રહેતી હતી. જેથી તેને મોબાઇલનો આટલો બધો ઉપયોગ ન કરવાનું કહેતા આ મુદ્દે બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા રહેતા હતા. તેવામાં મારા બે મિત્રો હિરેન અને અરવિંદ અવારનવાર ઘરે આવતા જતા હોવાથી પત્નીને બંને મિત્રો સાથે આડાસંબંધ હોવાની શંકા ઉપજી હતી. પોતે સીસીટીવીનું કામ કરતો હોય ઘરમાં જ ખબર ન પડે તે રીતે સીસીટીવી કેમેરા ગોઠવી દીધા હતા.

આ કેમેરા રેકોર્ડિંગમાં પોતે ઘરેથી નીકળ્યા બાદ બંને મિત્રો અવારનવાર ઘરે આવતા કેમેરામાં નજરે પડ્યા હતા. તેમજ એક ફૂટેજમાં અરવિંદ અને પત્ની પૂનમ બીભત્સ વર્તન કરતા જોવા મળ્યાં હતા. જેથી પોતાની શંકા સાચી સાબિત થઇ હતી. પોતે જે યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા તેણે જ પોતાના બંને મિત્રો સાથે ગેરકાયદેસર સંબંધ બનાવતા પતિને ગુસ્સા સાથે આઘાત લાગ્યો હતો. તેવામાં સામાન્ય રીતે રોજ સાડા આઠ વાગ્યે દુકાન જવા નીકળતા સમયે દરરોજ ટિફિનમાં મોડું થતું હોવાના કારણે ઝગડા થતાં હતા પરંતુ ગત 24 માર્ચના રોજ પત્નીનું વર્તન સાવ બદલાઈ ગયું અને કંઈ જ કહ્યા વગર વહેલું ટિફિન તૈયારી કરીને આપી દીધું.

પત્નીના આ વર્તન પર શંકા જતા સંદીપને શંકા પડી હતી. જેથી તે પોતાના નિત્યક્રમ મુજબ સવારે ઓફિસ જવા માટે નીકળી ગયો હતો. જોકે, ઘરથી થોડે આગળ જઈને તે ઊભો રહી ગયો હતો. સંદીપે જોયું કે તેના ગયા બાદ તેની પત્ની પણ સ્કૂટર લઈને ઘર બહાર નીકળી હતી અને કુવાડવા રોડ ખાતે આવેલી એક હોટલમાં પહોંચી ગઈ હતી. થોડી વાર પછી તે હોટેલમાં જઇ તપાસ કરતા હોટેલ કર્મચારીએ તે મહિલા રૂમ નં.202માં ગઇ હોવાનું જણાવ્યું હતું. જેથી તે રૂમમાં જઇ તપાસ કરતા પત્ની પૂનમ અને મિત્ર હિરેન કઢંગી હાલતમાં મળી આવ્યા હતા.

જાહેરમાં પોતાની ફજેતી ન થાય તે માટે હોટેલમાં હિરેન સાથે વધુ બોલાચાલી ન કરતાં પત્ની પૂનમને સાથે લઇ જઇ તેના પિતાને ત્યાં મૂકી આવ્યો હતો. જે બાદ પોતાની પત્ની સાથે ગેરકાયદે સંબંધ બાંધવા બાબતે બંને મિત્રોને પણ ઠપકો આપ્યો હતો. જોકે બંને મિત્રોએ લાજવાની જગ્યાએ ગાજ્યા હતા અને સામી ધમકી આપી હતી. જે બાદ સંદીપે હવે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે માહિતી આપતાં પીએસઆઈ પી.એ. ગોહેલે કહ્યું કે અમે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો