પત્નીની હત્યા કર્યા બાદ પતિ બની ગયો ‘પૂજારી’, 9 વર્ષ બાદ ઝડપાયો, પકડાય નહીં તે માટે લોકોના ઘરોમાં પૂજા-પાઠ કરાવતો હતો

પત્ની સાથેના વિવાદ બાદ રોડ પર ગોળી મારીને હત્યા કરીને ફરાર થયેલા આરોપી પતિની 9 વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી છે. આરોપી આટલા વર્ષોથી ઓડિશામાં છુપાયેલો હતો. ગાઝિયાબાદ એસપી સિટી સેકન્ડ જ્ઞાનેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, વસુંધરામાં 29 સપ્ટેમ્બર 2012ના રોજ ગીતા નામની મહિલાની તેના જ પતિએ હત્યા કરી હતી. આ કેસમાં ટીમે ઓડિશા પોલીસની મદદથી આરોપીને જગતસિંહપુર (ઓડિશા)થી ધરપકડ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

50000નું ઈનામ રાખવામાં આવ્યું હતું
પોલીસના હાથે ઝડપાયેલા વ્યક્તિનું નામ મનોરંજન છે. આઇજી રેંજ દ્વારા આરોપી ઉપર 50,000 રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન તે પૂજારી તરીકે છુપાઈને રહેતો અને લોકોના ઘરોમાં પૂજા-પાઠ કરાવતો હતો.

પત્ની સાથેના સંબંધો બગડી જતાં ગોળી મારી
સીઓ ઇન્દિરાપુરમ અભયકુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે તે ગાઝિયાબાદમાં રહેતો હતો અને કલર લેબ ચલાવતો હતો. 2007માં તેણે ગીતા સાથે લગ્ન કર્યા હતા. 2010માં વિવાદ બાદ પત્ની તેનાથી અલગ થઈ ગઈ હતી અને પછી તેણીએ બીજા કોઈને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. આથી ગુસ્સે થઈને તેણે પરત ઘરે ફરતી વખતે પત્નીને ગોળી મારી દીધી હતી. આ મામલે મૃતકના ભાઈ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો અને ત્યારથી જ તે ફરાર હતો.

ઓડિશા પોલીસની મદદથી ધરપકડ કરાઈ
આ કેસમાં ભૂતકાળમાં પોલીસની કામગીરી અંગે સવાલો ઉભા થયા હતા. જો કે, બાદમાં પોલીસ તપાસ દરમિયાન તે ઓડિશામાં પૂજારી તરીકે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, પોલીસ ડાયરેક્ટ તેની ધરપકડ ન કરી શકતી હોવાથી ઓડિશા પોલીસ સાથે વાત કર્યા બાદ તેમના સહયોગથી પોલીસ આરોપી સુધી પહોંચી અને તેની ધરપકડ કરી તેને ગાઝિયાબાદ લઈ આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો