પત્ની સાથેના આડા સંબંધની શંકામાં પતિએ મિત્રને ઢોર માર માર્યો તેમ છતાં ના મર્યો તો છાતીમાં ધરબી દીધી ગોળી

ઉત્તર પ્રદેશના (Uttar pradesh) મેરઠમાં (Meerut) એક યુવકને ઢોર માર મારીને અધમુવો કરી દીધો હતો. ત્યારબાદ ગોળી મારીને તેની હત્યા કરી (boy murder) નાંખી હતી. યુવકની હત્યાનો (boy murder) સનસની ખેસ મામલો મેરઠના પરતાપુર ક્ષેત્રમાં બન્યો છે. પત્ની સાથેના આડા સંબંધોના (love affair) શકના આધારે યુવકની હત્યા કરવામાં આવી છે. અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ પહેલા પણ એકવાર આરોપીએ યુવકની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ ઘટના મેરઠના પરતાપુર ક્ષેત્રના જિલાની કોલોની છે. બે વર્ષ પહેલા સરફરાજ અને મુસ્તફા એક જ પાવરલૂમ ફેક્ટરીમાં કામ કરતા હતા. સરફરાજે મુસ્તફા ઉપર પોતાની પત્ની સાથે આડા સંબંધ રાખવાની શંકા વ્યક્ત કરીને ભારે હંગામો કર્યો હતો. ત્યારબાદ મુસ્તફાને કોલોની છોડવી પડી હતી.

મુસ્તફાને પોતાના ઘરમાં એક ભાડુઆત રાખ્યો હતો. મોડી રાત્રે મુસ્તફા પોતાના ઘરે ભાડુ લેવા માટે ગયો હતો. જ્યાં સરફરાજ અને તેના સાથીઓએ મુસ્તફાને દબોચી લીધો હતી. ત્યારબાદ માર મારીને હત્યાની કોશિશ કરી હતી. પરંતુ તે ન મર્યો તો તેને છાતીમાં ગોળી મારી દીધી હતી. ત્યારબાદ મુસ્તફાએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો.

ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ઘટના સ્થળે જ પહોંચે તે પહેલા આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ હતી.

જાણવા મળ્યું છે કે આ પહેલા પણ સરફરાજે મુસ્તફાને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. આ મામલે લિસાડી ગેટ પોલીસ સ્ટેશમાં ફરિયાદ આપવામાં આવી હતી. પરંતુ પોલીસે આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરી ન હતી.

ત્યારબાદ આરોપીઓ વધારે બેખૌફ થઈ ગયા અને હત્યાની ઘટનાને અંજામ આપી દીધો હતો. એસપીએ તપાસના આદેશ આપી દીધા છે અને પોલીસ આ અંગે વધુ તપાસ હાથધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો