સુરતમાં પતિ પત્નીનો ઝઘડો રસ્તા પર આવ્યો, બાળકને હાથમાં રાખી પતિ પત્નીને મારતો હતો, પોલીસ આવતા થઈ જોવો જેવી

સમાજમાં પતિ પત્નીનો (Husband-wife) સંબંધ સૌથી પવિત્ર ગણવામાં આવે છે ત્યાર કેટલાક દંપતી આ પ્રવિત્ર સંબંધમાં કેટલીક વાર કચવાટ હોય છે અને નાના મોટા ઝઘડા થતા હોય છે ત્યારે ગતરોજ સુરતના નાનપુરા ખાતે પતિ પત્નીનો ઝઘડો (Fight) રસ્તા પર આવ્યો હતો અને તમાસો સર્જાયો હતો. જોકે દોઢ વર્ષનાં બાળક સાથે પત્નીને મારતા પતિને પોલીસે ઝડપી પાડ્યો હતો પણ પતિનો માર ખાધા બાદ પણ પોલીસથી પત્નીએ પતિને બચાવતા પોલીસ પણ એકવાર વિચારમાં પડી ગઈ હતી.

છેલ્લા કેટલાક સમયથી મહિલા અત્યાચારની સતત ઘટના સામે આવી રહી છે, ત્યારે પરિણીત મહિલા પોતાના પતિના અત્યાચાર સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે ત્યારે સુરતના રસ્તા પર પતિ પત્નીનો ઝઘડો રસ્તા વચ્ચે તમાસો બન્યો હતો. જોકે અહીંયા મારામારી કરતા પતિની પોલીસે ધરપકડ કરતા પત્નીએ પોતાના પતિને પોલીસમાંથી છોડાવ્યો હતો. જોકે આ ઘટના ગતરોજ સુરતના નાનપુરા વિસ્તારમાં બનવા પામી હતી.

જ્યાં મહિલાએ હાલમાં બાળકને જન્મ આપ્યો હતો. જોકે દોઢ વર્ષના બાળક હાથમાં લઇને એક યુવાન પોતાની પત્નીને શહેરના નાનપુરા મેઈન રોડ પર મારતો હતો. જોકે બાળક સાથે પોતાની પત્નીને મારતા મારતા ઘરે લઇ જતો હતો જોકે પતિ પત્નીનો ઘરની અંદરનો ઝઘડો બહાર આવતા હંગામો મચી ગયો હતો. જોકે રોડ વચ્ચે ચાલતા હાઇ વોલ્ટેજ ડ્રામાને લઇને લોકો એકત્ર થઇ રહ્યા હતા.

જોકે, નજીકમાં પોલીસને પીસીઆર વાન પ્રેટ્રોલિગમાં હતી તે તાત્કાલિક પહોંચી યુવાને પોતાના બાળકને આ રીતે પકડીને પત્નીને માર મારવાને લઈને તેને અટકાયતમાં લીધો હતો. જોકે પોતાની પત્નીને માર મારતા યુવાનને તાત્કાલિક પતિનો માર ખાનારી પત્ની આવી હતી પોલીસને પોતાના પતિને છોડી દેવા માટે કહ્યું હતું.

જોકે 15 થી 20 મિનિટ ચાલેલા આ નાટકને લઈને પોલીસ પણ એકવાર વિચારમાં પડી ગઈ હતી કે જે પતિ પત્નીને મારતો હતો તેના વિરુદ્દ ફરિયાદ કરવાની જગ્યા પાર પોલીસે તેને અટકાયતમાં લેતા આ મહિલા પોતાના પતિને બચવા માટે સમયે આવી હતી. જોકે પોલીસે આ મામલે પતિ પત્નીને પોલીસ મથકે લઈ જઈને વચ્ચે સમાધાન કરી ઘરે મોકલી દીધા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો