રાજકોટમાં જાણીતા સમાજ સેવિકાના પતિએ પત્નીના ત્રાસથી કંટાળી કમિશનર કચેરીમાં આપઘાતનો પ્રયાસ કર્યો, આપઘાત પહેલાં ફેસબૂક લાઈવ કર્યું

રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં એક પુરૂષે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં આવેલા એક પુરૂષે ફેસબુક લાઇવ કરીને ફિનાઇલ પી લીધુ હતું. ફિનાઇલ પીનાર કેતન પટેલે પોતાની પત્નીના ત્રાસથી આત્મહત્યા કરવા મજબૂર બન્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસ કમિશનર કચેરીમાં આત્મહત્યા કરતા ત્યાં દોડદામ મચી ગઇ હતી અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સામાન્ય રીતે સમાજમાં એવી ઘટનાઓ સામે આવે છે કે પતિના ત્રાસથી કંટાળી પત્ની આત્મહત્યા કરે છે પરંતુ રાજકોટ કમિશનર કચેરીમાં બનેલી આજની ઘટના તદ્દન અલગ છે. કારણ કે પત્નીના ત્રાસથી પતિએ આપઘાતનો પ્રયાસ કરતા આ મામલો ચર્ચામાં છે. આપઘાતનો પ્રયાસ કરનાર કેતન પટેલના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં તેણે લખ્યું છે કે તેની પત્ની નથી મારી નાંખવાની ધમકી આપતી હતી અને આ ધમકીના પગલે જ કેતન પટેલે આપઘાતનો પ્રયાસ કર્યો છે.

રાજકોટની જાણીતી મહિલાના પતિ કેતન પટેલનો સુસાયડનો પ્રયાસ હાલમાં ચર્ચામાં છે. કેતન પટેલની પત્ની જલ્પા પટેલ સાથી સેવા ટ્રસ્ટની ટ્રસ્ટી હોવાથી રોફ અને ખોફ જમાવી તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપતી હોવાનો પતિએ સુસાઇડ નોટમાં આક્ષેપ કર્યો છે. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન કેતન પટેલના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવી છે જેમા સાથી ગ્રુપની ટ્રસ્ટી મારી પત્ની જલ્પા પટેલ અને તેને સાથી મિત્રો દ્વારા મને માનસિક ત્રાસ આપવામાં આવે છે તેવો ઉલ્લેખ છે. આત્મહત્યાનું કારણ મારી પત્ની જલ્પા પટેલ છે તેવું સ્પષ્ટ સુસાઇડ નોટમાં લખી કેતન પટેલે રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં ફિનાઇલ પી લીધુ હતું.

કેતન પટેલે એક સુસાઇડ નોટ લખી અને તેમાં પોતાનું મોત થયા તો તેના માટે પત્ની અને તેના સાથીને જવાબદાર ઠેરવ્યા છે. સાથે જ તેની રોકડ અને સોનુ સહિતની ચીજો પત્ની પાસેથી લઈને પરત પરિવારને મળે તેવું લખ્યું છે. અહીં વીડિયોમાં આ યુવક કહે છે કે તેણે પત્ની જલ્પા સાથે નોટરી કરી અને બે ત્રણ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા પરંતુ હાલમાં ચાર-પાંચ મહિનાથી સાથે રહેતા નથી.

જલ્પા પટેલે ફેસબૂક લાઇવ કરી આક્ષેપો ફગાવ્યા કહ્યું, ‘હું રોજ મરી છું, બસ આત્મહત્યા નથી કરી શકતી કેમ કે મારી દીકરી સામે જોવું છું’
આના જવાબમાં જલ્પા પટેલે પણ ફેસબૂક લાઇવ કર્યુ હતું અને કેતન પટેલના આક્ષોપ ફગાવ્યા હતા. જલ્પા પટેલે આક્ષેપો ફગાવતા જણાવ્યું હતું કે ‘મારા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે સાચા નથી. ઉલટાનું આ સંબંધો સાચવવા એક પત્ની તરીકે, દીકરી તરીકે મા તરીકે જે કરવું પડે એ મે કર્યુ, હું મારી દીકરીને બાપ મળે એ માટે એક સહારો શોધતી હતી. મને પૈસાની જરૂર નહોતી. મારા પતિમાં તમામ બુરાઈઓ હતી દારૂ, જુગાર, વ્યભિચાર મારા પર તમામ પ્રકારના જુલમ કરવામાં આવતા હતા છતાં હું મુંગા મોઢે સહન કરતી ગઈ સમાજની બદનામીથી ડરીને મેં કોઈ એક શબ્દ ન કહ્યો. એકવાર ફિનાઇલ પી લેવાથી મરી જવાતું નથી હું રોજ મરી છું… મારી દીકરીની સામે જોઈને મેં આત્મ્હત્યા કરી નથી બસ એટલું જ છે..’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો