પૈસા કેવી રીતે બચાવવા એ આમની પાસેથી શીખવા જેવું ખરું, 6 વર્ષ કામ કરીને 24 વર્ષની ઉંમરે રીટાયર થયો યુવક, પત્ની સાથે મળીને બચાવ્યા 5.38 કરોડ

આજના સમયમાં યુવાઓમાં સૌથી મોટી સમસ્યા પૈસા બચાવવાની છે. દર મહિને કોઈને કોઈ ટેકનોલોજી અથવા પછી નવી વસ્તુઓ લોન્ચ થાય છે અને તે ટ્રેન્ડ બની જાય છે. જેને ખર્ચવા પાછળ લોકો પૈસા ખર્ચ કરે છે અને સેવિંગ્સ નથી કરી શકતા. જોકે એક વ્યક્તિએ ઓછી ઉંમરમાં જ પૈસા બચત કરવાનો ઉપાય શોધી કાઢ્યો છે અને આ કારણે તે 24 વર્ષે જ રીટાયર થઈ ગયો.

ડેઈલી મેલની રિપોર્ટ મુજબ કેનેડાના ઓન્ટારિયોમાં રહેનારા માઈક રોજહાર્ટે 24 વર્ષની ઉંમરમાં જ પૈસા બચાવવાની ટેકનિકથી રીટાયરમેન્ટનો પ્લાન બનાવી લીધો. માઈક નાનો હતો ત્યારે તેનો પરિવાર આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો. તે અભ્યાસમાં હોશિયાર હોવાથી તેને સ્કોલરશિપ મળી ગઈ.

માઈક જ્યારે કોલેજમાં હતો ત્યારે તે ફુલ ટાઈમ નોકરી સાથે ફુલ ટાઈમ અભ્યાસ કરતો હતો. તે સમયે તે 262 ડોલર (18,500 રૂપિયા)ના ભાડાના ઘરમાં રહેતો હતો. આ બાદ તે પોતાની પત્ની સાથે અન્ય એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગયો. જેનું ભાડું 455 ડોલર (32000 રૂપિયા) હતું. માઈક ક્યાંક આવવા જવા માટે કાર અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટની જગ્યાએ સાઈકલનો ઉપયોગ કરતો હતો. 19 વર્ષની ઉંમરે જ તેણે એક નાનું ઘર ખરીદવા માટે 152,000 ડોલર (1 કરોડ રૂપિયા) એકઠા કરી લીધા.

આ બાદ બાઈક એક કન્સલ્ટન્ટ તરીકે કામ કરવા લાગ્યો. તેની વાર્ષિક સેલેરી 42,000 ડોલર (લગભગ 29 લાખ રૂપિયા) હતી અને તેની પત્ની અલાઈસ એક ગ્રાફિક ડિઝાઈનરનું કામ કરતી હતી. અલાઈસની વાર્ષિક સેલેરી 26,500 ડોલર (લગભગ 18 લાખ રૂપિયા) હતી.

બંનેએ નક્કી કર્યું કે તેઓ અલાઈસના પગારમાંથી બધો ખર્ચો કરશે અને બાકીને પૈસાની બચત કરશે. થોડા મહિના બાદ બંનેએ પ્રોપર્ટી ખરીદવાનું શરૂ કરી દીધું. આ બાદ તેઓ પોતાની પ્રોપર્ટી ભાડા પર આપી અને તેનાથી આવનારા પૈસાને ઈન્વેસ્ટ કરવાનું શરૂ કરી દીધું. આમ કરીને તેમણે એટલા પૈસા બચાવી લીધા કે 10 પ્રોપર્ટી ખરીદી લીધી.

સાથે જ અલાઈસને ક્યારેક ક્યારેક સ્ટારબક્સ જવાનું પસંદ હતું. પરંતુ માઈકે તેને થોડો સમય માટે સ્ટાકબક્સમાં ન જવા માટે કહ્યું. બંનેએ લગ્નમાં મળેલા પૈસાને પણ બચાવીને રાખ્યા. સાથે જ ક્રેડિટ કાર્ડ પર મળેલા ફ્રી પોઈન્ટ્સથી તેમને બ્રાઝિલ જવાની તક મળી. હનીમૂન માટે તેઓ ત્યાં ગયા અને પૈસા બચાવવા એક મિત્રના ઘરે જ રોકાઈ ગયા.

આવી રીતે 6 વર્ષોમાં બંનેએ પોતાની બધી સેવિંગ્સ અને ભાડા પર આપેલી પ્રોપર્ટીને વેચી નાખી. જે બાદ માઈક 24 અને અલાઈસ 25 વર્ષની ઉંમરે રિટાયર થઈ ગયા. બંનેએ અત્યાર સુધીમાં 7,60,000 ડોલર (લગભગ 5.38 કરોડ રૂપિયા) બચાવી લીધા છે. માઈકે જણાવ્યું કે તેને બાળકો જોઈએ છે આથી તે જલ્દી રિટાયર થવા ઈચ્છે છે, કારણ કે બાળકોની સાથે જવાબદારી આવે છે અને તેમને વધારે સમય આપવો પડે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો