લોકડાઉનમાં સાઈકલ ઉપર વતન જતા પતિ-પત્નીનું અકસ્માતમાં થયું મોત, ભાઈએ પૈસા એકઠાં કરી કર્યા અંતિમ સંસ્કાર

લોકડાઉનમાં (lockdown) ગરીબ પરિવારોની મુશ્કેલીઓ વધી ગઈ છે. પૈસા પુરા થતાં ગરીબ પરિવારો પાસે પલાયન કરવા સિવાય બીજો રસ્તો નથી દેખાતો. આવો જ એ કિસ્સો ઉત્તર પ્રદેશના (Uttar pradesh) લખનૌમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પરિવાર પૈસા ખતમ થતાં સાઈકલ ઉપર છત્તીસગઢ જવા માટે નીકળ્યો હતો. જોકે, લખનૌના શહીદ પથ ઉપર અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લીધાં હતા. અકસ્માતના પગલે પતિ-પત્નીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બે બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં ભાઈ પહોંચ્યો હતો. જેણે મજૂરો પાસેથી પૈસા એકઠાં કરીને અંતિમ સંસ્કાર કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મળતી માહિતી પ્રમાણે લખનૌના જાનકીપુરમમાં છત્તીસગઢના રહેનારા 35 વર્ષીય કૃષ્ણા પોતાના પરિવાર સાતે રહેતા હતા. તે પોતાની 32 વર્ષીય પત્ની સાથે મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ આ પરિવારની સામે લોકડાઉને સમસ્યા ઊભી કરી હતી. ગમેતેમ કરીને લોકડાઉનનો લાંબો સમય પસાર કરી લીધો હતો. પરંતુ પૈસા ખૂટી જતાં કૃષ્ણાએ નિર્ણય કર્યો કે તે પોતાના વતન છત્તીસગઢ જશે.

ત્યારબાદ તે પોતાના પરિવાર સાથે સાઈકલ ઉપર છત્તીસગઢ જવા માટે નીકળી પડ્યો હતો. તે જ્યારે લખનૌના શહિદ પથ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની સાઈકલને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેના પગલે પતિ-પત્ની અને બે બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યાંથી પસાર થતી પોલીસે તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જોકે, પતિ-પત્નીનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં કૃષ્ણાના પરિવારના સભ્યો લખનૌ પહોંચ્યા હતા. કૃષ્ણાના ભાઈ રાજકુમાર પાસે કોઈ કામ ન હતું અને બચતના પૈસા પણ લોકડાઉનના કારણે પુરા થયા હતા. જેના પગલે તેને આર્થિક તંગી હતી. આમ તેની પાસે લાશોના અંતિમ સંસ્કાર માટે પૈસા ન હતા. જોકે, રાજકુમારે મજૂરો પાસેથી ચંદો એકઠો કરીને લાશોના અંતિમ સંસ્કાર કરાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો